નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, પહેલા જ થ્રોમાં તોડ્યો રેકોર્ડ, ફાઇનલમાં બનાવી જગ્યા

  • August 06, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​પેરિસ ઓલિમ્પિકમાં  નીરજ ચોપરાએ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ભાલા ફેંકની ફાઇનલમાં જગ્યા બનાવી. નીરજ ચોપરાએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો અને ફાઇનલમાં જગ્યા બનાવી. નીરજ ચોપરાએ તેના પહેલા જ પ્રયાસમાં 89.34 મીટર ફેંકીને ભાલા ફેંકની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું. ક્વોલિફિકેશન રાઉન્ડમાં કોઈપણ ભારતીય બરછી ફેંકનારનો આ શ્રેષ્ઠ સ્કોર છે.


8 ઓગસ્ટે રમાશે ફાઈનલ


નીરજ ચોપરાએ આ સિઝનમાં 89.34 મીટરના થ્રો સાથે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ થ્રો સાથે તે પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ થ્રોની ખૂબ નજીક આવી ગયો હતો. નીરજનો સર્વશ્રેષ્ઠ થ્રો 89.94 મીટર છે અને પેરિસ ઓલિમ્પિકમાં તેણે જે રીતે પ્રદર્શન કર્યું છે તે જોઈને લાગે છે કે તે ફાઇનલમાં 90 મીટરનો અવરોધ પાર કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application