જામનગર જિલ્લા મહેશ્ર્વરી સમાજના કાર્યકારી પ્રમુખની નિમણુંક કરવા માટે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું, આ મીટીંગમાં મહેશ્ર્વરી મેઘવાર સમાજના આગેવાનો, યુવાનો, ધર્મગુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં, આ મીટીંગમાં જામનગર જિલ્લા મહેશ્ર્વરી સમાજના કાર્યકારી પ્રમુખની નિમણુંક કરવામાં આવી હતી.
ગત તા.22-2-25ના શનિવારે સાંજે 6 કલાકે જામનગરમાં આવેલ નાગેશ્ર્વર મતીયાદેવની જગ્યામાં જે કાર્યકારી પ્રમુખ માટે જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં જામનગર જિલ્લા મહેશ્ર્વરી સમાજમાં ચાલતા અલગ-અલગ સેવાકીય ટ્રસ્ટ સમિતિ સંગઠનના હોદેદારો વતી મહેશ્ર્વરી સમાજના બહોળી સંખ્યામાં બુઘ્ધિજીવી યુવા મીત્રો અને માતંગ ધર્મગુ સામાજીક અગ્રણીઓની હાજરી (સાક્ષી)માં સર્વ-સહમતીથી જામનગર મહેશ્ર્વરી સમાજના નવા કાર્યકારી પ્રમુખ તરીકે મહેશ્ર્વરી સમાજના આગેવાનો દીપુભાઇ પારીયાની નિમણુંક કરવામાં આવેલ હતી.
આ નિમણુંક થતાં ઉપસ્થિત સર્વેએ તાળીયાના ગળગળાટથી વધાવી લીધા હતાં, જામનગર જિલ્લા મહેશ્ર્વરી મેઘવાર સમાજના કાર્યકારી પ્રમુખ તરીકે દિપુભાઇ પારીયાની નિમણુંક થતાં સૌએ ખુબ-ખુબ અભિનંદન પાઠવ્યા હતાં, સાથે તેમની ટીમમાં સમાજના યુવા મીત્રો દિનેશ માતંગ, આનંદભાઇ એરડીયા (નાયબ મામલતદાર), નરેશભાઇ ઢચા (ગુજરાત ગેસ), મુકેશભાઇ ધુલીયા (એનસીસી), સુરેશભાઇ ભાગવત (કુદરત એન્ટરપ્રાઇઝ), રાજેશભાઇ જાદવ (કોન્ટ્રાકટર), હિતેષ માતંગ (આજકાલ પ્રેસ), નારણભાઇ આયડી (કોન્ટ્રાકટર), કિશનભાઇ નંજાર (કોન્ટ્રાકટર), માધાભાઇ ડગરા, બિપીનભાઇ ડગરા (એડવોકેટ), પ્રવિણભાઇ ધુલીયા (ટાટા મોટર), વિજયભાઇ નંજાર (ગણેશ માર્કેટીંગ), બીપીનભાઇ ધુલીયા (એનસીસી), વિજયભાઇ દાફડા, સામતભાઇ માતંગ, ગૌતમ ધુલીયા, રામભાઇ ચૌહાણ (દડીયા), કમલેશભાઇ પરમાર (આર્કેટેક એન્જીનીયર), વશરામભાઇ પીંગલસુર, ગીરધરભાઇ ચાવડા વિગેરે તમામ કાર્યકતર્ઓિની મીટીંગ સમયે જ કાર્યકારી પ્રમુખ દિપુભાઇ પારીયાએ નિમણુંક આપી તમામ હોદેદારોને આવકાયર્િ હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech