જામનગરમાં કમ્યૂનિટી હેલ્થકેર અને ટીબી નાબૂદીમા પ્રગતિ સાધી
નયારા એનર્જીએ તેની મોબાઇલ હેલ્થ સર્વિસ લોન્ચ કરીને કમ્યૂનિટી હેલ્થકેરને મજબૂત બનાવવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સર્વિસનું નયારા એનર્જીના ચેરમેન શ્રી પ્રસાદ પાનિકર, શ્રી અમર કુમાર (હેડ, રિફાઇનરી) તથા રિફાઇનરી લીડરશિપ ટીમ (આરએલટી)ના સભ્યો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલ અંતરિયાળ અને સુવિધાઓથી વંચિત સમુદાયોને જરૂરી એવી પ્રાથમિક હેલ્થકેર સેવાઓ પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી છે જે હેલ્થકેરના મહત્વના અંતરને પૂરે છે અને ગ્રામીણ લોકો માટે મેડિકલ સુવિધાઓની સમાન પહોંચ સુનિશ્ચિત કરે છે. મોબાઇલ હેલ્થ સર્વિસ નયારા એનર્જીના ઓપરેશનલ એરિયામાં અને તેની ફરતે 50,000થી વધુ લોકો સુધી પહોંચે તેવી સંભાવના છે જે નિવારાત્મક સંભાળ, આરોગ્યની જાગૃતતા તથા બીમારીના વહેલા નિદાનને મહત્વનો ટેકો પૂરો પાડશે.
આ ઉપરાંત, જામનગરમાં ડિસ્ટ્રીક્ય ટ્યૂબરક્યુલોસિસ સેનટ્ર (ડીટીસી) ખાતે અપગ્રેડ કરવામાં આવેલી કમ્પ્યૂટરાઇઝ્ડ રેડિયોગ્રાફી ફેસિલિટી પણ ખુલ્લી મૂકવામાં આવી હતી જે નિદાનની ક્ષમતાઓને નોંધપાત્ર વધારે છે. આ કાર્યક્રમમાં ટીબી ફિલ્ડ સ્ટાફ માટે પેશન્ટ મોનિટરિંગ અને ડેટા મેનેજમેન્ટને સરળ બનાવવા માટે એક ટ્રુનેટ મશીન, ચાર એલએક્સ 400 એલઈડી માઇક્રોસ્કોપ અને 27 એન્ડ્રોઇડ ટેબ્લેટ્સ સહિત આધુનિક ડાયગ્નોસ્ટિક ટૂલ્સ પણ સુપરત કરવામાં આવ્યા હતા.
ટીબીને નાથવા માટે નયારા એનર્જીના પ્રયાસોની સરાહના કરતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ બાબતોના માનનીય પ્રધાન શ્રી ઋષિકેશ પટેલે 7 ડિસેમ્બર, 2024ના રોજ પ્રશસ્તિપત્ર એનાયત કર્યું હતું. આ સન્માન 7,000થી વધુ ટીબી દર્દીઓને 12,000થી વધુ ન્યૂટ્રિશન કિટ્સના વિતરણને દર્શાવે છે જેના પગલે જામનગરમાં ટીબીના કેસોમાં નોંધપાત્ર 40 ટકાનો ઘટાડો થયો છે. ટીબી હસ્તક્ષેપ ઉપરાંત નયારા એનર્જી વ્યાપક હેલ્થકેર જરૂરિયાતો પૂરી પાડવા માટે જામનગરમાં ગુરુ ગોવિંદ સિંહ ગવર્મેન્ટ હોસ્પિટલ અને ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાયાકલ્પને પણ ટેકો આપે છે.
આરોગ્ય અને પોષણ પ્રત્યે તેના સર્વાંગી અભિગમના ભાગરૂપે નયારા એનર્જીએ દેવભૂમિ દ્વારકામાં આઈસીડીએસ સ્ટાફ માટે ટ્રેનિંગ પ્રોગ્રામનો પણ અમલ કર્યો છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ આંગણવાડી કાર્યકરો અને સુપરવાઇઝર્સની ક્ષમતા વધારવાનો, કુપોષણને વધુ સારી રીતે નાથવા માટે તેમને સજ્જ કરવાનો અને સામુદાયિક જોડાણને મજબૂત બનાવવાનો છે. આ પહેલની સફળતાના પગલે નયારા એનર્જી હેલ્થકેરના વિકાસમાં અર્થપૂર્ણ રીતે યોગદાન આપવાનું ચાલુ રાખે છે અને 2025માં મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં તેના અસરકારક મોડલનું અનુસરણ કરવાની યોજના ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech