BREAKING NEWS

નવરંગ નેચર કલબ દ્વારા બુધવારે બાળકો માટે શેરી રમતોનું આયોજન

  • April 20, 2026 09:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ બાળકોને મોબાઈલની રમતોથી બહાર કાઢવા માટે મેદાનની દેશી રમતો રમાડવી જોઈએ કે જે મોટાભાગે શેરીઓમાં રમાતી. શેરી રમતોની મજા એ છે કે થોડી જગ્યામાં થોડા માણસોથી થોડા સમય અને નહિંવત સાધનોથી રમી શકાય છે. આ રમતો રમવાથી કાયદાઓ છે જેમાં રમત-ગમત એટલે જ રમવું અને આનંદિત રહેવું. રમત-ગમત એ જન્મજાત પ્રવૃત્તિ છે અને તેનાથી ક્રિયાશીલતા કેળવાય છે. રમતથી સુખ, આનંદ, ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. રમતો શરીરના સ્નાયુ, બાંધો, તંદુરસ્તી અને મજબુતાઈ માટે છે. સંકટોનો સામનો કરવાની, ઉકેલ શોધવાની શક્તિ, બુદ્ધિ રમતથી આવે છે. સર્વાંગી વિકાસ માટે જરૂરી બધા જ ગુણોનું સંવર્ધન રમતના માધ્યમથી થાય છે. રમતથી ખેલદિલીની ભાવના વધે છે, હારજીત પચાવતા શીખે છે. એકાગ્રતામાં વધારો થાય છે, તાલગતિ કેળવાય છે. હૃદય રુધિરવાહિની અને શ્વાસન રસહનશક્તિ વધે છે. આ યુગમાં વિદ્યાર્થીઓમાં મોબાઈલની રમતો સિવાય માત્ર ક્રિક્ટ રમવાનો ગજબનો શોખ હોય છે તેથી દેશી રમતો ઓછી રમાય છે. આવી ભૂલાતી જતી બિન ખર્ચાળ દેશી રમતો લોકભોગ્ય બને તે માટે વિરાણી સ્કૂલ ટાગોર માર્ગ, રાજકોટ ખાતે તા.૨૨-૪-૨૦૨૬ને બુધવાર સાંજે ૪.૩૦થી ૭.૩૦ સુધી દેશી રમતો વિનામૂલ્યે રમાડવામાં આવશે. જેમાં લંગડી, દોરડા કુદ, છૂટ દડો, લીંબુ ચમચી, સંગીત ખુરશી, રેલ ગાડી, કમાન્ડો બ્રિજ, સાંઢિયો-સાંઢિયો, ફુંક મારી ફૂગો કોડવો, પૈડાં ફેરવવા, પૈડાંમાંથી પસાર થવું, પૈડાં કુદવા, પૈડાં ખેંચ, લાંબી કુદ, ત્રિપગી, વર્તુળનો રાજા, ગિલ્લી-દંડો, ભરમડા (ગરિયો), મિનિ ઠેકામણી, ફેર-ફુદરડી, શ્રીફળની રમતો વગેરેનો સમાવેશ થાય છે. આ રમતોત્સવમાં ૫થી ૧૫ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે અને તેની સાથે આવેલા વાલીઓ પણ રમતો રમી શકશે. આ માટે તા. ૨૧-૪-૨૦૨૬ સાંજના ૭ સુધીમાં રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮. ઉર્વશી રાણપરીયા, મીતલ રાવલ, નરેશ નકુમ, ઉર્વેશ પટેલ, વી.ડી. બાલાએ આ આયોજન કર્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News