રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ સોમનાથ મહાદેવના દર્શન બાદ ગઈકાલે બપોરે સાસણગીર પહોંચ્યા હતા. રાષ્ટ્ર્રપતિએ ગીર રાષ્ટ્ર્રીય ઉધાનની મુલાકાત લીધી હતી. ખુલ્લ ી જીપમાં જંગલની સફર માણી હતી. સાસણગીર વરસાદ અને સિહોના મેટિંગ પિરિયડ બાદ ખુલ્લુ મુકાયું વરસાદ બાદ જંગલમાં વનરાઈ ખીલી ઉઠી છે. જેથી એશિયાટીક સિંહો, કુદરતી વનસંપદા અને અન્ય જીવ સૃષ્ટ્રિને નિહાળી હતી. જંગલ સફર દરમ્યાન જીપની તદ્દન નજીક આવેલા સિંહ નિહાળી આનદં વ્યકત કર્યેા હતો. ગીર રાષ્ટ્ર્રીય ઉધાનની મુલાકાત બાદ રાષ્ટ્ર્રપતિએ સ્થાનિક આદિવાસી લોકો સાથે વાર્તાલાપ કર્યેા હતો.
આદિવાસી મહિલાઓ અને પુષો સાથે વાતચીત દરમિયાન ઉપસ્થિત આદિવાસી મહિલાઓ અને પુષો દ્રારા પોતાની રહેણીકરણી, સાસણગીરમાં મળતી સુવિધા, જીવન શૈલી વિષય માહિતગાર થયા હતા. સંવાદ દરમિયાન બાળકોને શ્રે શિક્ષણ તથા સરકાર દ્રારા આદિવાસી લોકોના કલ્યાણ માટે મળતી વિવિધ પહેલ શ કરી છે તે તમામ યોજનાઓનો પણ લાભ લેવા જણાવ્યું હતું. આદિવાસી સમુદાયની પ્રકૃતિ મૈત્રી પૂર્ણ જીવનશૈલી બધા માટે પ્રેરણાનો ક્રોત છે તેમ જણાવી ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર્ર બનાવવા આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાઓ સચવાય તથા તેના અધિકારીનું પણ રક્ષણ થાય તે મહત્વનું છે. સીદી આદિવાસી સમુદાયનો સાક્ષર દર ૭૨ ટકાથી વધુ છે, તે જાણીને પણ તેઓએ ખુશી વ્યકત કરી હતી. સીદી શબ્દનો અર્થ માનનીય વ્યકિત થાય છે તેવી રીતે એમનું જીવન વિકાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલું છે જીવનમાં આગળ વધવાના અનેક રસ્તા છે આપણે સતત આગળ વધી રાષ્ટ્ર્રની આગળ વધારવા અને બાળકોના શિક્ષણ અને ભવિષ્ય ઉપર ભાર મૂકવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવાનું જણાવ્યું હતું. રાષ્ટ્ર્રપતિના સાસણગીર આદિવાસી સમુદાયના પરિવાર સાથે સંવાદ દરમિયાન વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્ર્રપતિએ આદિવાસી સમુદાય સાથે સંવાદ કર્યા બાદ રાત્રી રોકાણ સાસણમાં જ કયુ હતું. આજે સવારે બ્રેકફાસ્ટ લીધો હતો અને ત્યારબાદ સાસણ નો પ્રવાસ પૂર્ણ કરી દ્રારકાધીશના દર્શનાર્થે જવા નીકળ્યા હતા. સોરઠના પ્રવાસ બાદ હવે રાષ્ટ્ર્રપતિ દ્રારકાધીશના દર્શન અને ત્યારબાદ અમદાવાદ ગુજરાત વિધાપીઠ ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે
આફ્રિકાથી સ્થાયી થયેલા સીદી પરિવારોએ ગુજરાતની સંસ્કૃતિ પ્રસ્થાપિત કરી
આદિવાસી સમાજ સાથે સંવાદ દરમિયાન બગીયા અશરફભાઈએ સીદી માટે એ ધમાલ નૃત્ય નથી ભકિત શકિત આનંદનો ત્રિવેણી સંગમ છે તેમ જણાવી આફ્રિકાથી અહીં આવ્યા બાદ ભારતની સંસ્કૃતિ અપનાવી, અંગ્રેજોના સમયમાં અમારા સમુદાયનું મુખ્ય કામ અંગરક્ષકનું હતું.હાલ સીદી સમુદાય માટે ધમાલ નૃત્ય એ ભકિત શકિત અને આનંદનો ત્રિવેણી સંગમ છે આ ઉપરાંત આઇએએસ આશિષ કુમારે રાષ્ટ્ર્રપતિને સીદી સમાજ ની વસ્તી અને તેની જીવન ચર્યા અંગે માહિતગાર કર્યા હતા. તેઓના જણાવ્યા મુજબ સદીઓ પહેલા તેમના પૂર્વજો પૂર્વ આફ્રિકાથી ભારત આવેલા અને મૂળ આફ્રિકન એવા સીદી સમુદાયના સભ્યોએ ગુજરાતી ભાષા સંસ્કૃતિ જીવનશૈલી પ્રસ્થાપિત કરી. ગુજરાતમાં ૨૬ અનુસૂચિત જનજાતિ પૈકી સીધી સમુદાયનું નિવાસ ક્ષેત્ર સાસણ છે.
રાષ્ટ્ર્રપતિએ ગીર રાષ્ટ્ર્રીય ઉધાનમાં ૨૦ સિંહ નિહાળ્યા
રાષ્ટ્ર્રપતિએ ગીર રાષ્ટ્ર્રીય ઉધાનમાં ભંભા ખોડ નાકા થી પ્રવેશ કર્યેા અને દોઢ કલાક કલાક સુધી વિવિધ ટ પર ત્રણ અલગ–અલગ સિંહોના ગ્રુપ નિહાળ્યા હતા. એક ગ્રુપમાં ૧૨, બીજા ગ્રુપમાં ૭ અને ત્રીજા ગ્રુપમાં સિંહની બેલડી નિહાળી હતી, આ ઉપરાંત એક સિંહ તો જાણે કે રાષ્ટ્ર્રપતિ ની કારની આગળ કોન્વે કરતો હોય તેમ જોવા મળ્યો હતો. સિંહ પરિવારને નિહાળી રાષ્ટ્ર્રપતિએ ખુશી વ્યકત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application