ભાવનગરના થળસર ગામે આવેલ બૂટ ભવાની માતાજીના મંદિર ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમનો ૮૪ મહિલા ખેડૂતોએ લાભ લીધો હતો.
આ તાલીમમાં આત્માના પ્રોજેકટ ડાયરેકટર જે. એન. પરમાર દ્વારા પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ, તેનુ મહત્વ, ખેતી, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે આત્માના દિલીપભાઇ કુવાડીયા દ્વારા આત્મા પ્રોજેક્ટની વિવિધ કિસાન કલ્યાણની પ્રવૃતિઓ અને પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભાવનગર તાલુકાના પ્રાકૃતિક કૃષિના સંયોજક ગોવિંદભાઇ દ્વારા પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પધ્ધતિ, પાક મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાપન અંગે સુંદર માહિતી આપી હતી. નિવૃત ખેતી મદદનીશ અજીતસિંહ ગોહિલ દ્વારા ઉપસ્થિત રહેલા તમામ મહિલા ખેડૂતોને તાલીમની ઉપયોગીતા અને તેના લાભ વિશે માહિતી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMપ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની હાલત પાતળી, ભારત પાસે 83 રનની લીડ
November 22, 2024 04:23 PMમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMપ્રાકૃતિક કૃષિમાં પાકને પાણી એટલું જ આપવું જોઈએ જેનાથી મૂળની આસપાસની ખાલી જગ્યામાં વરાપ રહે
November 22, 2024 04:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech