નાસાના વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં શોધી કાઢો પૃથ્વી જેવો ગ્રહ

  • February 06, 2024 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકન સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં 'સુપર–અર્થ'ની શોધ કરી છે. તેમનું કહેવું છે કે ત્યાં પૃથ્વી જેવું જીવન હોઈ શકે છે. આ નવો ગ્રહ પૃથ્વીથી ૧૩૭ પ્રકાશવર્ષ દૂર છે અને પૃથ્વી કરતાં દોઢ ગણો મોટો છે. તે લાલ તારાની આસપાસ ફરે છે, જે સૂર્ય કરતાં થોડો નાનો અને ઘણો ઠંડો છે. આ ગ્રહ પર એક વર્ષ માત્ર ૧૯ દિવસમાં પૂર્ણ થાય છે.


વૈજ્ઞાનિકોએ આ એકસોપ્લેનેટને ટીઓઆઈ ૭૧૫–બી નામ આપ્યું છે. જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેમ તે લાલ તારાની આસપાસ ફરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ એકસોપ્લેનેટ પર પાણી હોઈ શકે છે. આવી સ્થિતિમાં જીવનની શકયતાને નકારી શકાય નહીં. નાસાના રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકો એકસોપ્લેનેટ વિશે વધુ માહિતી એકઠી કરી રહ્યા છે. આમાં સપાટી પરના પાણીની હાજરી અને મનુષ્ય માટે યોગ્ય વાતાવરણ વિશેની માહિતીનો સમાવેશ થાય છે.

વિજ્ઞાનીઓએ ટ્રાન્ઝિટીંગ એકઝોપ્લેનેટ સર્વે સેટેલાઇટ દ્રારા આ નવા એકસોપ્લેનેટની શોધ કરી છે. આ ઉપગ્રહ ગ્રહોની શોધ અને અભ્યાસ કરવામાં મદદ કરે છે. નાસાના વૈજ્ઞાનિકો જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્રારા એકસોપ્લેનેટની વિગતવાર તપાસ કરવાની યોજના બનાવી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ટીઓઆઈ –૭૧૫– બી ગ્રહ વસવાટ કરી શકાય તેવી દુનિયાની શોધ માટે એક આશાસ્પદ વિકલ્પ છે.
આ પ્રશ્ન હજુ પણ વૈજ્ઞાનિકો માટે એક કોયડો છે કે શું માત્ર પૃથ્વી પર જ જીવન છે કે પછી અમુક પ્રજાતિઓ અન્ય કોઈ ગ્રહ પર રહે છે? એલિયન્સ ન હોય તો પણ પ્રશ્ન એ થાય છે કે શું પૃથ્વી જેવો બ્રહ્માંડમાં કોઈ ગ્રહ છે? આ પ્રશ્નોના ધ્ષ્ટ્રિકોણથી, ટીઓઆઈ –૭૧૫– બી ની શોધ મહત્વપૂર્ણ છે. નાસાએ તેને રહેવા યોગ્ય ગ્રહોની યાદીમાં ઉમેયુ છે. તે વેબ ટેલિસ્કોપ દ્રારા જોઈ શકાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application