વિસાવદરના મોણીયા ગામે મૂળ મેંદરડા તાલુકાના મોટી ખોડીયાર ગામના અને હાલ સાવરકુંડલા રહેતા ભાર્ગવભાઈ બારૈયા નામના યુવકને રસ્તામાં છરીની અણીએ અપહરણ કરી બાઈકની ચાવી માથામાં મારી ઇજાગ્રસ્ત કરી બાઈક મોબાઈલ અને ઘડિયાળ મળી ૪૦,૦૦૦ની લૂંટ કર્યાની ફરીયાદ મામલે એસપી હર્ષદ મહેતાના આદેશ ને પગલે ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પીઆઇ આર બી ગઢવી સહિતની ટીમે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા બાઈક લઈ નાસી ગયેલ મોણિયાના રાજ મકવાણા નામનો યુવક ભાર્ગવભાઈની બાઈક સોમનાથ રાજકોટ હાઇવે પર આવેલ પરફેક્ટ હોટલ ગોંડલ ખાતેથી મળી આવી હતી ત્યારબાદ ટેકનિકલ સોર્સની મદદથી યુવક દ્વારકા હોવાની બાતમીને આધારે વિસાવદર પોલીસની ટીમે દેવભૂમિ દ્વારકાની એલસીબી ની ટીમના સહયોગથી નાસી ગયેલ રાજ ઉર્ફે બારોટ રાજ ઉર્ફે ભગો ઉર્ફે જીવણો મનસુખ મકવાણા રહે મોણીયાને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરતા યુવક પાસેથી મળેલ મોબાઈલ ચોટીલા ખાતેથી એક યુવાન પાસેથી ઝૂંટવી લીધાની કબુલાત કરી હતી આ ઉપરાંત યુવકે રાજકોટ ના માલવયા નગર થોરાળા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અંતર્ગત જુનાગઢ જિલ્લ ાના વિસાવદર ભેસાણ મળી કુલ છ તથા શહેરના તાલુકા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ સ્થળો પરથી કુલ ૧૪ ચોરી કર્યાની કબુલાત કરી હતી. પાસેથી પોલીસે મોબાઈલ અને મોટરસાયકલ કબજે કરી વધુ કાર્યવાહી વિસાવદર પોલીસે હાથ ધરી હતી. વિસાવદર પોલીસે લૂંટ અને અપહરણના ગુન્હાના આરોપીને ઝડપી લઇ ગુન્હા નો ભેદ ઉકેલ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારનો શહેરી વિકાસને વેગ: 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન, 467.5 કરોડની વધારાની ગ્રાન્ટ
March 10, 2025 09:59 PMબ્રિટનમાં મોટો અકસ્માત: તેલ ટેન્કર અને માલવાહક જહાજ વચ્ચે ટક્કર, 32 લોકોના મોત
March 10, 2025 09:54 PMછત્તીસગઢમાં ED ટીમ પર હુમલો, ભૂપેશ બઘેલના ઘરમાંથી બહાર નીકળતાની સાથે જ લોકોએ કર્યો હુમલો
March 10, 2025 09:31 PMIIFA Award: 'લાપતા લેડીઝ'નો દબદબો, ગુજરાતના કલાકારોને મળ્યા ત્રણ એવોર્ડ
March 10, 2025 09:30 PMગુલમર્ગમાં ફેશન શોનો વિવાદ: રમઝાનમાં આયોજનથી સ્થાનિકોમાં રોષ, CMએ આપ્યા તપાસના આદેશ
March 10, 2025 09:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech