ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં એક ચોંકાવનારી ઘટનામાં ફાસ્ટ ટ્રેક કોર્ટે 36 વર્ષના એક વ્યક્તિને તેની 60 વર્ષની વિધવા માતા પર બળાત્કાર કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી છે. સોમવારે આ કેસની સુનાવણી દરમિયાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વરુણ મોહિત નિગમે આબિદને દોષિત ગણાવ્યો અને તેને આજીવન કેદની સજા સંભળાવી. આ ઉપરાંત તેના પર 51 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
સરકારી વકીલ વિજય શર્માએ કહ્યું, "આજે કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મારા ઘણા વર્ષોના અનુભવમાં, મેં ક્યારેય જોયું કે સાંભળ્યું નથી કે કલમ 376 જેવા ગંભીર ગુનામાં માતા રડતી હોય અને કહ્યું હોય કે તેનો પુત્ર એક રાક્ષસ છે જેણે તેના પર બળાત્કાર કર્યો હતો, કોર્ટે આ કેસને 20 મહિનામાં સોલ કર્યો છે.
ઘટના 16 જાન્યુઆરી 2023ની છે
આ ઘટના 16 જાન્યુઆરી, 2023 ના રોજ બુલંદશહરના એક ગામમાં બની હતી. નોંધાયેલી એફઆઈઆર મુજબ, આબિદ તેની માતા સાથે ખેતરમાંથી પશુઓ માટે ઘાસચારો લાવવા ગયો હતો, જ્યાં તેણે તેની માતા પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ કહ્યું કે, તેના પતિના મૃત્યુ બાદ મારો પુત્ર ઇચ્છતો હતો કે હું તેની અને તેની પત્ની સાથે રહું.પછી આ ઘટનાની જાણ તેના નાના પુત્રો યુસુફ અને જાવેદેને કરવામાં આવી ત્યારે પીડિતાના નાના પુત્રએ ફરિયાદ નોંધાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech