રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સ્થાપનાની ૫૧–મી વર્ષગાંઠની ઉજવણીના ભાગપે તા.૧૯–૧૧–૨૦૨૪ને મંગળવારના રોજ રાત્રે ૮–૩૦ કલાકે ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ, ડો.યાજ્ઞિક રોડ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુત બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ યોજાશે. વિશેષમાં આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એ જણાવ્યું હતું કે ઉપરોકત મ્યુઝિકલ નાઇટ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત મેયર એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે તેમજ રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ સામાજિક અગ્રણી મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્સ)ના હસ્તે કરવામાં આવશે.
ઉપરોકત મ્યુઝિકલ નાઇટમાં ગુજરાત રાયના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ પાલા, રામભાઇ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પેારેટરો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ–કર્મચારીઓ, સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહેશે. આ તકે સર્વે શહેરીજનોને પધારવા ભાવભયુ જાહેર નિમંત્રણ પાઠવાયું છે.
સુપ્રસિધ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક તથા નિકિતા ગાંધીના હીટ સોંગ્સની ઝલક
અમાલ મલિક
– જબ તક તુજે પ્યાર સે.........
– મેં હં હીરો તેરા..........
– સોચ ના શકે..........
– બોલ દો ના જરા દિલ મેં જો હે છૂપા
– કોન તુહે યૂં પ્યાર કરેગા
– મેં રહું યા ના રહત્પં તુ મુજમે કહી બાકી રહેના
નિકિતા ગાંધી
– તેરે પ્યાર મેં
– રાબતા
– કવાફિરાના
– જુગનું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech