દુલીપ ટ્રોફીમાં સદી ફટકારનાર મુશીર ખાને પ્લેટફોર્મ પર સુવા સહીત કર્યા હતા અનેક સંઘર્ષ

  • September 06, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 હાલમાં દુલીપ ટ્રોફીમાં એક જ નામ ગુંજી રહ્યું છે અને તે છે મુશીર ખાન. આ 19 વર્ષના બેટ્સમેને ભારત  વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી હતી. એક સમય એવો હતો જ્યારે તેની ટીમનો સ્કોર 100થી ઓછો હતો અને 7 વિકેટ પડી હતી પરંતુ આ મુશીર ખાને 3 નંબર પર આવીને શાનદાર સદી ફટકારી હતી. મુશીરે લગભગ 11 વર્ષ પહેલા યુવરાજ સિંહની વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી. મોટી વાત એ છે કે આ જ મેચ પછી મુશીર અને તેના પિતા સાથે કંઈક એવું થયું કે તેમને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર સૂવું પડ્યું હતું.


મુશીરને સૂવું પડ્યું પ્લેટફોર્મ પર

2013માં કંગા ક્રિકેટ લીગ પહેલા મુશીર ખાન પ્રેક્ટિસ મેચ રમવા ગયો હતો જેમાં અનુભવી ખેલાડી યુવરાજ સિંહ પણ હાજર હતા. તે મેચમાં મુશીરને યુવરાજને બોલિંગ કરવાની તક મળી હતી. યુવી આરામથી મુશીરના બોલ રમી રહ્યો હતો પરંતુ પછી અચાનક આ 8 વર્ષના ખેલાડીએ તેને આઉટ કરી દીધો હતો. આ પછી મુશીર રાતોરાત લોકપ્રિય થઈ ગયો. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે આ મેચ બાદ તેના પિતા અને મુશીરે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર સૂવું પડ્યું હતું. મુશીર ખાનને તે રાત્રે ઘરે પરત ફરવાનું હતું અને તે તેની ટ્રેન ચૂકી ગયા હતા. મુશીરના પિતા પાસે હોટલમાં રહેવા માટે પૈસા ન હતા અને આ પછી તેમને પ્લેટફોર્મ પર સૂવું પડ્યું હતું.


કૂચ બિહાર ટ્રોફીમાં દેખાડવામાં આવ્યો મુશીરનો જાદુ

મુશીર ખાને વર્ષ 2021-22માં કૂચ બિહાર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને મુંબઈની રણજી ટીમમાં જગ્યા બનાવી હતી. મુશીરે તે ટૂર્નામેન્ટમાં 632 રન બનાવવા ઉપરાંત 32 વિકેટ લીધી હતી. ગયા વર્ષે યોજાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં પણ મુશીર ખાને 7 મેચમાં 60ની એવરેજથી 360 રન બનાવ્યા હતા. જેમાં 2 સદી સામેલ હતી. જ્યારે તેને રણજી ટ્રોફીમાં તક મળી ત્યારે મુશીરે 6 મેચમાં 58.77ની એવરેજથી 529 રન બનાવ્યા હતા અને હવે મુશીરે દુલીપ ટ્રોફીમાં બેટિંગ કરી છે. જો મુશીર આવું જ પ્રદર્શન કરતો રહેશે તો તે દિવસ દૂર નથી જ્યારે તે ટીમ ઈન્ડિયામાં પણ જગ્યા બનાવી લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application