રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં અભૂતપૂર્વ ફેરફારો વચ્ચે શહેરનો વિકાસ ઠપ્પ થઇ ગયા જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે અને છેલ્લા નવ મહિનામાં ત્રણ ટીપીઓ બદલાઇ ગયા છે. દરમિયાન ગત સાંજે થયેલા બદલીના ઓર્ડર અનુસાર એસ.એમ.પંડ્યાને સ્થાને કિરણભાઇ આર.સુમરાની ઇન્ચાર્જ ટીપીઓ તરીકે નિયુક્તિ થઇ છે.
ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિમર્ણિ વિભાગ દ્વારા ગત સાંજે કરાયેલા હુકમમાં જણાવ્યુ છે કે, રાજકોટ મહાનગરપાલિકા ખાતેની ટાઉન પ્લાનીંગ અને ડેવલપમેન્ટ શાખાની ટાઉન પ્લાનીંગ ઓફિસરની જગ્યાનો ચાર્જ એસ.એમ.પંડ્યા, પ્રવર નગર નિયોજક, વર્ગ-1, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને સોંપવામાં આવેલ છે. જેમાં ફેરફાર કરી રાજકોટ મહાનગરપાલિકા ખાતેની ટાઉન જગ્યાનો ચાર્જ કિરણ આર. સુમરા પ્રવર નગર નિયોજક વર્ગ–૧ રાજકોટ નગર રચના યોજના રાજકોટને તેઓની હાલની ફરજો ઉપરાંત અન્ય હત્પકમ ન થાય ત્યાં સુધી સોંપવામાં આવે છે.ઉકત હત્પકમ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ની કલમ–૧૨૨(૧)ની જોગવાઇઓ હેઠળ રાય સરકારને પ્રા થયેલ સત્તાની એ કરવામાં આવે છે.આ હત્પકમનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે.
દરમિયાન આ અંગે ઇન્ચાર્જ ટીપીઓ એસ.એમ.પંડાનો સંપર્ક કરતા તેમણે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉપરોકત હત્પકમ મળતાની સાથે ગત સાંજે જ તેમણે મહાપાલિકાના ટીપીઓનો ચાર્જ છોડી દીધો હતો અને આજે સવારથી ડા કચેરી સ્થિત પ્રવર નગર નિયોજકની કચેરીમાં તેમની મુળ કામગીરી કરી રહ્યા છે.
યારે નવનિયુકત ઇન્ચાર્જ ટીપીઓ કે.આર. સુમરાનો સંપર્ક સાધતા તેમણે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ હાલ રજા ઉપર છે અને એકાદ સાહ બાદ ચાર્જ સંભાળશે.
ઇન્ચાર્જ ટીપીઓ એસ.એમ.પંડયાએ ગત સાંજે ચાર્જ છોડી દીધો છે અને કે.આર.સુમરા સાહ પછી ચાર્જ સાંભળનાર ત્યારે વચગાળાના એક સાહ દરમિયાન શું વ્યવસ્થા કરાશે ? અન્ય કોઇને ચાર્જ સોંપવા હત્પકમ કરાયો કે કેમ ? તે જોવાનું રહ્યું. આ મુદ્દે આજે બપોરે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે હાલ તેઓ વીડિયો કોન્ફરન્સમાં વ્યસ્ત છે પરંતુ વહેલી તકે આ અંગે વચગાળાની વ્યવસ્થા અંગે વિચારાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્રેડાઇ રાજકોટ સહિતના સંગઠનોની સરકાર સુધી રજૂઆતો બાદ ઉપરોકત નિર્ણય થયો છે પરંતુ આ નિર્ણય બાદ વિકાસની આગેકૂચ થશે કે સ્થિતિ જૈસે થે રહેશે ? તે બાબત હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે
દાયકા પૂર્વે ડામાં સુમરાની નામના હતી; મનપા કેવું કામ બતાવશે તેના ઉપર મીટ
રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ટીપીઓ તરીકે નિયુક્ત થયેલા કે.આર.સુમરાની આજથી 10 વર્ષ પૂર્વે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) કચેરીમાં તેમની આગવી નામના હતી ત્યારબાદ તેમની અમરેલી બદલી થઇ હતી. જ્યારે દાયકા બાદ તેઓ ફરી પ્રવર નગર નિયોજક તરીકે રાજકોટ ખાતે નિયુક્ત થયા હતા, દરમિયાન હાલ ત્યાંની મુળ કામગીરી યથાવત રાખીને તેમને રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ટીપીઓ તરીકે નિયુક્ત કરાયા છે. ત્યારે તેઓ મનપામાં કેવું કામ બતાવશે તેના ઉપર સૌની મીટ મંડાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech