રાજકોટ મહાપાલિકા દ્રારા છેલ્લા ઘણાં વર્ષેાથી દર વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે તા.૨૫મીએ રેસકોર્સ મેદાનમાં બોલીવુડ સિંગરની મ્યુઝિકલ નાઇટ યોજવામાં આવતી હતી, દરમિયાન આ વર્ષે બોલીવુડ સિંગરની ખર્ચાળ મ્યુઝિકલ નાઇટ યોજવાને બદલે દેશ પરદેશમાં સુપ્રસિધ્ધ કલાકાર કીર્તિદાન ગઢવીનો લોકડાયરો અને હાસ્ય સમ્રાટ ધીરૂભાઇ સરવૈયાનો હસાયરો
વિશેષમાં આ અંગે રાજકોટ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, આગામી આગામી ૨૬મી જાન્યુઆરીની પુર્વ સંધ્યાએ રાજકોટ શહેરમાં તા.૨૫–૧–૨૦૨૫ને શનિવારના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ, કવિ રમેશ પારેખ રંગદર્શન ખાતે લોક ડાયરો યોજવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્રાથમિક સુવિધાઓ છેલ્લા ઘણા વર્ષેાથી જુદા જુદા પર્વેા તેમજ તહેવારો નિમીતે રાજકોટ શહેરની જનતા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં રાષ્ટ્ર્ર પર્વેા પ્રજાસતાક દિન અને સ્વતંત્રતા દિન નિમિતે ધ્વજવંદન સાથે પુર્વ સંધ્યાએ બોલીવુડ નાઇટ, સંગીત સંધ્યા, ધુળેટી નિમીતે હાસ્ય કવિ સંમેલન, દિવાળીના તહેવારો નિમિતે લાઇટીંગ ડેકોરેશન તથા કાર્નિવલ, ધનતેરશ નિમિતે આતશબાજી, જન્માષ્ટ્રમી નિમિતે લાઇટીંગ ડેકોરેશન તથા મટકી ફોડ સ્પર્ધા જેવા અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ઉપરાંત, લાવર શો, હેકાથોન, મેરેથોન, સાઇકલોથોન, રન ફોર યુનિટી, તિરંગા યાત્રા જેવા લોક ભોગ્ય કાર્યક્રમો પણ સહયોગી સંસ્થાઓ સાથે યોજવામાં આવે છે. આ પરંપરાને આગળ વધારતા આગામી પ્રજાસતાક દિનની પુર્વ સંધ્યાએ કાર્યક્રમ અંતર્ગત લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને લોક હાસ્ય કલાકાર ધીભાઇ સરવૈયા જેવા પ્રખ્યાત કલાકારો દ્રારા રાજકોટની જનતાને લોકડાયરો કાર્યક્રમમાં લોક સાહિત્ય અને હાસ્ય રસમાં તરબોળ કરવામાં આવશે.
કીર્તિદાન ગઢવી એટલે દેશ અને દુનિયાના ખૂણે ખૂણામાં વસેલા દરેક ગુજરાતીના હૈયે વસેલુ નામ, લોકડાયરાથી લાડકી ગીતની સફર થકી ગુજરાતનું યુવાધન લોકસંગીત તરફ વળ્યું તેમ કહી શકાય. તળપદી–કાઠીયાવાડી ભાષાના હાસ્ય કલાકાર તરીકે ઓળખ ધરાવતા ધીભાઇ સરવૈયાએ ગામ–તાલુકામાં યોજાતા કાર્યક્રમોથી શઆત કરી તેઓ આજે હાસ્યરસિકોમાં જોકસ કિંગ તરીકે જાણીતા છે. ઉપરોકત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સહપરિવાર ઉપસ્થિત રહેવા શહેરીજનોને ભાવભર્યુ જાહેર નિમંત્રણ મહાપાલિકાના પદાધિકારીઓ દ્રારા પાઠવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાજાવાલા સ્કૂલના સ્ટાફે જિલ્લા શિક્ષણ તાલીમભવનની લીધી મુલાકાત
April 05, 2025 03:44 PMરાજકોટ બન્યું અગનગોળો: લીલાછમ પ્રધુમન પાર્ક ઝૂએ ૪૬.૨૪ અને રેસકોર્સએ ૪૫.૮૨ ડિગ્રી
April 05, 2025 03:43 PMવકફ વિધેયક પાસ થતા પોરબંદર ભાજપ બન્યુ ખુશખુશાલ
April 05, 2025 03:42 PMકાજાવદરી નજીક બાવળની કાટમાં રાત્રે જુગાર રમતા પાંચ ઝડપાયા
April 05, 2025 03:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech