આબરૂનો ભંગાર કરતા વાહનોને સ્ક્રેપ કરી હરાજીથી વેચશે મહાનગરપાલિકા

  • January 07, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના રસ્તાઓ ઉપર દોડતા મહાપાલિકાના તૂટેલા ફુટેલા જુના વાહનોથી તંત્રવાહકો, શાસકો તેમજ સમગ્ર શહેરની પ્રતિાને હાનિ થતી હોવા અંગે તસવીરો સાથેનો વિસ્તૃત અહેવાલ આજકાલ દૈનિકની રાજકોટ શહેર આવૃત્તિમાં તા.૨૪–૧૨–૨૦૨૪ને મંગળવારના અંકમાં પેઇજ નં.૩ ઉપર પ્રસિધ્ધ થયો હતો, અહેવાલનું અધ્યયન કર્યા બાદ શાસકો અને તંત્રવાહકોએ ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા નિર્ણય કર્યેા હતો. દરમિયાન નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ૧૦ વર્ષથી વધુ જુના હોય અને ખરાબ કન્ડિશનમાં હોય તેવા વાહનો સ્ક્રેપ કરવા તેમજ તેનું ઇ ઓકશનથી વેંચાણ કરવા અંગેની બબ્બે દરખાસ્તો તૈયાર કરીને નિર્ણય અર્થે સ્ટેન્ડિંગ કમિટીને મોકલી આપી હતી અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર સહિત તમામ સભ્યોએ એકી અવાજે આ બન્ને દરખાસ્તો સર્વાનુમતે મંજુર કરી હતી. આજકાલ દૈનિકમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ મહાપાલિકા તંત્રએ પ્રશંસનીય જાગૃતિ દાખવી ફકત ૧૪ દિવસમાં આ નિર્ણય કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application