જિઓ–BSNLના સાત ટાવર સીલ કરતી મનપા

  • January 07, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના સીધા માર્ગદર્શન હેઠળ ટેકસ બ્રાન્ચ હવે બાકીદારો સામે આક્રમક બની છે જેમાં આજે લાંબા સમયથી લાખો પિયાનો બાકી વેરો નહીં ચુકવતા જીઓ અને બીએસએનએલના સાત ટાવર સીલ કરી દેવામાં આવ્યા હતા તેમ ટેકસ બ્રાન્ચના અધિકારી વર્તુળોએ જાહેર કયુ હતું. સમગ્ર શહેરમાં આજે ૧૫ મિલકતને સીલ મારેલ તથા ૧૬ મિલકતને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૪ યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ તથા ૩ નળ કનેકશન કપાત કરતાં આજે કુલ ા.૨૫.૭૮ લાખની રિકવરી થઇ હતી.
વિશેષમાં ટેકસ બ્રાન્ચના રિકવરી સેલએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે મ્યુનિ.કમિશનર સી.કે.નંદાણી, આસી.કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતની ટીમ દ્રારા વોર્ડ નં.૪માં બીએસએનએલનો એક ટાવર તેમજ જીઓનો એક ટાવર, ભગવતીપરા મેઇન રોડ પર આવેલ યદુંનંદન સોસાયટીમાં જિઓ ટાવરને સીલ, ભગવતીપરા મેઇન રોડ પર આવેલ સુખ સાગર સોસાયટીમાં બીએસએનએલ ટાવરને સીલ, ભગવતીપરા મેઇન રોડ પર આવેલ સુખ સાગર સોસાયટીમાં જિઓ ટાવરને સીલ, મોરબી રોડ પર આવેલ જિઓ ટાવરને સીલ, કુવાડવા રોડ પર આવેલ જિઓ ટાવરને સીલ કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application