સાસુએ વહુને કહ્યું સવારમાં તારું મોઢું જોઈને મારો દિવસ સારો જતો નથી

  • April 29, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ રાજકોટમાં નાના મવા મેઈન રોડ પર કૈલાશ સોસાયટીમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ મેટોડા જીઆઇડીસી ગેટ નંબર.3 પાસે ગ્લોરીય સોસાયટીમાં રહેતા પતિ સહિતના સાસરીયાઓ સામે શારીરિક-માનસિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.મેઘાબેન (ઉ.વ 26) નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમા નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે મેટોડા જીઆઇડીસી ગેટ નંબર 3 ગ્લોરીયસ સોસાયટીમાં રહેતા પતિ જીગ્નેશ પ્રવીણભાઈ સોલંકી, સસરા પ્રવીણભાઈ, સાસુ ભાવનાબેન, જેઠ ગૌતમ, જેઠાણી ચંદ્રિકાબેન,દિયર આશિષ તેમજ કાકીજી સાસુ લીલાબેન સોલંકીના નામ આપ્યા છે.

પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના લગ્ન ગત તા.23/6/2020 ના જીગ્નેશ સોલંકી સાથે થયા હતા.પરિણીતા હાલ એસ્ટ્રોન ચોક પાસે આવેલી હોસ્પિટલમાં રીસેપ્નીસ્ટ તરીકે પાંચ વર્ષથી નોકરી કરે છે જ્યારે તેનો પતિ વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી લેબમાં નોકરી કરે છે.
લગ્નબાદ પરિણીતા સંયુક્ત કુટુંબમાં રહેવા જતા થોડા દિવસ સારી રીતે રાખ્યા બાદ સાસુ ભાવનાબેન કહેતા હતા કે, સવારના તારું મોઢું જોઈને મારો દિવસ સારો જતો નથી. ઘરના કામકાજમાં પણ ભૂલો કાઢતા હતા પરિણીતા યુનિફોર્મ પહેરી નોકરીએ જતી હોય તે બાબતે પણ ટોકતા હતા તેમજ નાની-નાની વાતોમાં ઝઘડા કરતા હતાં. સસરા પણ તેમનો સાથ આપતા હતા. સતત ઝઘડાઓ થવા લાગતા પતિ પત્ની અહીંથી અલગ અવધના ઢાળ પાસે રહેવા ચાલ્યા ગયા હતા. અહીં પણ સાસુ અવારનવાર આવી પાડોશમાં પુત્રવધુ ક્યારે નોકરી જાય છે અને ક્યારે આવે છે તે બાબતની તપાસ કરતા અને ઘરમાં બધી વસ્તુઓ પણ ચેક કરતા હતા.

પતિ પોતાનો પગાર સાસુ-સસરાને આપી દેતો હતો અને ઘર ખર્ચ ઉઠાવતો ન હતો આ બાબતે પરિણીતાએ પતિને કહ્યું હતું કે, તમે તમારો તમારા પિતાને આપી દો છો બધું કામ તેને પૂછીને કરો છો મારી સાથે પરાયા જેવું વર્તન કરો છો. તેમ કહેતા પતિ ઝઘડો કરી ઘર છોડી ચાલ્યો ગયો હતો.પરિણીતા સાસરિયાના ઘરે જઈ તપાસ કરતા જેઠ ગૌતમે કહ્યું હતું કે હવે તું જોતી નથી તું મારા ભાઈને ખાઈ ગઈ, તારા ત્રાસથી મારો ભાઈ ભાગી ગયો છે. તેમ કહી ગાળો આપી ધક્કો મારી કાઢી મૂકી હતી.
ગત તારીખ 16/3/2024 ના દિયર સંજયના લગ્ન હોય જેથી પરિણીતા અહીં જતા પતિ જીગ્નેશ, સાસુ-સસરા તથા દિયર સંજય અને જેઠ ગૌતમ બધા હાજર હોય દરમ્યાન પતિ દિયર અને દીયર અને જેઠે ઢિકાપાટુનો માર માર્યો હતો જેથી જે તે સમયે મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી બાદમાં પતિ સહિતના સાસરિયાંઓ સામે શારીરિક-માનસિક ત્રાસ અંગેની આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News