રાજકોટમાં કાલાવડ રોડ પર પ્રેમ મંદિર નજીક રહેતા મધ્યપ્રદેશના વતની ખાણીપીણીના ધંધાર્થી દિપક ઓમપ્રકાશ પ્રજાપતિ નામના શખસે પરિચિત તણીને તેના ઘરે જઇ ખૂનની ધમકી આપી બે-બે વખત દુષ્કર્મ ગુજારી સૃષ્ટિ વિધ્ધ કૃત્ય આચરીને તથા કારમાં પણ લઇ જઇને હવસનો શિકાર બનાવ્યાના આરોપસર દિપક સામે તણીના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ આધારે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
આરોપી પ્રેમ મંદિર નજીક ખાણી પીણીની લારી ધરાવે છે તેને તણીનો સંપર્ક થતાં મોબાઇલ ફોનની આપ લે થઇ હતી અને બંને વચ્ચે પરિચય કેળવાયો હતો. તણી અને તેની માતા બંને ગત તા.20ના રોજ ઘરેથી ગાયબ થઇ ગયા હતાં. બંનેની તણીના પિતાએ શોધખોળ આરંભી હતી. એ દરમિયાન તેને એવી માહિતી મળી હતી કે છોલે ભટ્ટરેની લારીવાળો મધ્યપ્રદેશના ભીંડનો વતની દિપક ઓમપ્રકાશ પ્રજાપતિ જાણે છે તેનો સંપર્ક સાધતા બંને સુરત હોવાનું જાણવા મળ્યું હતું. જેથી માતા-પુત્રી બંનેને રાજકોટ ઘરે લઇ અવાયા હતાં
સુરતથી આવ્યા બાદ તણી ગુમસુમ રહેતી હતી જેથી તણીને ફોસલાવી પૂછતાં તણીએ સમગ્ર કથની કરી હતી. બંને મોબાઇલ થકી સંપર્કમાં આવ્યા હતાં. થોડા વખત પૂર્વે દિપર ઘરે તણી એકલી હતી ત્યારે આવ્યો હતો અને લગ્નની વાત કરી હતી. શરીર સબંધ બાંધવા કહ્યું જોકે તણીએ ના પાડતા જો આવું નહીં કરવા આપે તો પરિવારને જાનથી મારી નાખશે કહી ધમકી આપી તણી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિધ્ધનું કૃત્ય આચર્યું હતું.
ફરી બીજા દિવસે ઘરે આવ્યો હતો ધમકી આપી શરીર સબંધ બાંધ્યો હતો પહેલા દિવસે જ માર માર્યો હતો અને ગાળો આપી હોવાથી તણી ગભરાઇ ગઇ હતી. બીજા દિવસે પણ ધમકાવીને કુકર્મ કર્યું. ત્યારબાદ બે દિવસ પછી દિપક તણીને કારમાં લઇ ગયો હતો કારમાં પણ તેણે શારીરિક સબંધ બાંધ્યો હતો.તણીએ પરિવારજનો સમક્ષ વિતક વર્ણવતા આરોપીના આવા દુષ્કૃત્ય સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં તણીના પિતાએ ગઇકાલે ગુનો નોંધાવ્યો હતો. જે આધારે આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી કરાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech