આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાને અમેરિકામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્સી (ICE)એ તેને પોતાની કસ્ટડીમાં લીધો છે.
ભારતના મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી હેપ્પી પાસિયાને અમેરિકામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ ધરપકડ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા કરવામાં આવી છે. NIAએ હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી વિશે કોઈપણ માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
હકીકતમાં પંજાબમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં થયેલી 14થી વધુ આતંકવાદી ઘટનાઓમાં તેનું નામ સામે આવ્યું છે. તે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ નામના પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠનનો સક્રિય કમાન્ડર છે.
ISIનો મોહરો બન્યો હેપ્પી પાસિયા
બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સંગઠન સાથે કથિત રીતે જોડાયેલા પાસિયાએ માત્ર આતંકવાદી હુમલાઓની યોજના જ ન બનાવી, પરંતુ ચંદીગઢ અને જલંધર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ગ્રેનેડ અને વિસ્ફોટક હુમલાઓની જવાબદારી પણ પોતે લીધી. જેમ કે ચંદીગઢ સેક્ટર-10માં ગ્રેનેડ હુમલો, ભાજપ નેતા મનોરંજન કાલિયાના ઘરે બોમ્બ વિસ્ફોટ, આ તમામ કેસોમાં તેનું નામ મુખ્ય આરોપી તરીકે નોંધાયેલું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું
April 19, 2025 12:49 PMમુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ
April 19, 2025 12:44 PMદ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રા: ભક્તો ઉમટ્યા
April 19, 2025 12:39 PMખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીને ઝડપી લેવાયો
April 19, 2025 12:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech