પોરબંદરના ગ્રામ્યપંથકમાં ૯ કરોડથી વધુના ખર્ચે પાંચ રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય સહિત પૂર્વ કેબિનેટમંત્રી અને આગેવાનો ઉપરાંત ગામેગામના સરપંચોની હાજરીમાં કરવામાં આવ્યા હતા.
પોરબંદરના બરડાપંથકના બિસ્માર રસ્તાના નવીનીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા નવ કરોડથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે તેથી રસ્તાના નવીનીકરણની કામગીરીનો શુભારંભ કરવામા આવ્યા હતા. જેમાં નાગકા ગામે રામાપીરના મંદિર ખાતે વિકાસ કામોનો શુભારંભ થયો હતો. નાગકાથી ગડુ તરફ જતા રસ્તા માટે ૧ કરોડ, ૪ લાખ, ૭૮ હજાર ૧૦૦ તથા ખીસ્ત્રીથી બાવળવાવ જતા રસ્તા માટે ૧ કરોડ ૫૩ લાખ ૭૫ હજાર ૩૦૦ મંજૂર થયા હોવાથી આ બંને રસ્તાના કામનું ખાતમુહૂર્ત રામાપીરના મંદિરના દ્વારે થયુ હતુ. ત્યારબાદ પાલખડાની પ્રાથમિક શાળા ખાતે સવારે દસ વાગ્યે પાલખડાથી હાથીયાણી સુધીના છ કિ.મી.ના રસ્તા માટે ૩ કરોડ ૪૩ લાખ ૨૫ હજાર ૬૦૦ મંજૂર થયા હોવાથી આ રસ્તાના કામનુંપણ ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ કુછડીના પીળોગાર -બાપા સીતારામ સ્થળે બોખીરા ગામે ચુનાની ભઠ્ઠીથી પીલાગર તરફ જતા પોણા બે કિ.મી.ના રસ્તાના ૧ કરોડ ૯ લાખ ૨૧ હજાર ૫૦૦ મંજૂર થયા છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ અને પાંડાવદરથી બખરલા તરફ જતા રસ્તાનું ૧ કરોડ ૪૬ લાખ ૮૧ હજાર ૪૦૦ના ખર્ચે શુભારંભ કોમ્યુનીટી હોલ ખાતે કરવામાં આવ્યુ હતુ.
આ તમામ વિકાસ કામોના કાર્યક્રમોમાં ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ પટેલ, પોરબંદર તાલુકા પંચાયતપ્રમુખ લીરીબેન ખુંટી, પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઇ કારાવદરા, ભાજપના અગ્રણી સામતભાઇ ઓડેદરા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન આવડાભાઇ ઓડેદરા, સભ્ય અરસીભાઇ ખુંટી, ભુરાભાઇ કેશવાલા, મંજુબેન ભરતભાઇ મોઢવાડીયા, પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રતાપભાઇ કેશવાલા, તાલુકા ભાજપ પ્રમુખ નિર્મલજીભાઇ ઓેડેદરા ઉપરાંત સ્થાનિક આગેવાનો અને ગામેગામના સરપંચો સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બરડા પંથકના આ તમામ રસ્તાઓ મંજૂર કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા સહિત પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા અને આગેવાનોનો ગ્રામજનોએ આભાર વ્યકત કર્યો હતો.
ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા સહિત પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા વગેરેએ એવુ જણાવ્યુ હતુ કે રાજ્યસરકાર હરહંમેશ પોરબંદર જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટે કટીબધ્ધ છે તેથી જ ગ્રામ્યપંથકમાં તમામ પ્રકારની સુવિધાઓ વધુ સારી રીતે ઉપલબ્ધ થાય તે માટે જોઇએ તેટલી રકમ સરકાર મંજૂર કરી રહી છે તેથી પોરબંદરના ગામડાઓમાં હવે સમૃધ્ધિ દેખાઇ રહી છે તે વધશે તેવો આશાવાદ દર્શાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech