માનવ તસ્કરી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી ઇડીને મળ્યા પુરાવા: ડીંગુચા ગામના પરિવાર સંબંધિત કેસની તપાસમાં ખુલાસાઆજકાલ પ્રતિનિધિ
નવી દિલ્હી
મહેસાણા નજીકના ડિંગુચા ગામના પરિવારના ૩૯ વર્ષીય જગદીશ પટેલ, પત્ની વૈશાલી (૩૫), પુત્રી (૧૧) અને પુત્ર (૩) કેનેડામાંથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાના પ્રયાસ દરમિયાન માઈનસ ૩૭ ડિગ્રી સેલ્સિયસ ઠંડીથી થીજીને મોતને ભેટા તે ઘટનાના ત્રણ વર્ષ બાદ કેસમાં સામેલ એજન્ટો સામે ઇડી દ્રારા મની લોન્ડરિંગની તપાસમાં માનવ તસ્કરોની એક આંતરરાષ્ટ્ર્રીય સિન્ડિકેટ મળી આવી છે જેમાં કેનેડાની ઓછામાં ઓછી ૨૬૨ કોલેજોનો સમાવેશ થાય છે જેણે ગેરકાયદે ઘુસણખોરોને કેનેડિયન રસ્તે અમેરિકામાં ઘુસવા માટે વિધાર્થી વિઝા આપ્યા હતા.
'ડંકી ટ'ની સરખામણીમાં જેમને સ્ટુડન્ટ વિઝા ટ વધુ અનુકૂળ લાગ્યો, તેઓએ તેમના સ્ટુડન્ટ વિઝાની વ્યવસ્થા કરવા અને યુએસમાં ધકેલ્યા પહેલા કેનેડા જવા માટે એજન્ટોને લગભગ . ૫૦–૬૦ લાખ ચૂકવ્યા હતા. કેનેડિયન કોલેજોના વ્યવહારો અને આવા ગેરકાયદે ઘુસણખોરો પાસેથી તેઓએ કેટલા પૈસા કમાયા તેની તપાસ હજુ ચાલુ છે. તપાસમાં ખુલાસો થયો છે કે ભારતીયોને ગેરકાયદેસર રીતે યુએસ મોકલવા માટે, એજન્ટોએ કેનેડાની કોલેજોયુનિવર્સિટીમાં તેમના પ્રવેશની વ્યવસ્થા કરી અને તેમને વિધાર્થી વિઝા પર મોકલ્યા. આ વિધાર્થી ઘુસણખોરો કેનેડામાં કોલેજમાં જોડાવાને બદલે ગેરકાયદેસર રીતે યુએસ–કેનેડા સરહદ પાર કરીને અમેરિકામાં ઘુસી ગયા હોવાનું સમજાય છે તેમ ઇડીએ જણાવ્યું હતું.
ઇડીએ જણાવ્યું હતું કે માનવ તસ્કરી રેકેટમાં સામેલ લોકો પહેલા કેનેડાની એનએડીએ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવશે અને પછી કેનેડા માટે વિધાર્થી વિઝા માટે અરજી કરશે અને કેનેડામાં પ્રવેશ કરશે. એકવાર આ વ્યકિતઓવિધાર્થીઓ કેનેડા પહોંચ્યા પછી કોલેજમાં પ્રવેશ લેવાને બદલે, તેઓને ગેરકાયદેસર રીતે યુએસ–કેનેડા સરહદ પાર કરવાની ફરજ પાડવામાં આવે છે. આ લોકો કયારેય કેનેડાની કોલેજોમાં એડમિશન લેતા નથી. યારે આ વિધાર્થીઓ અમેરિકા પહોંચે છે, ત્યારે કેનેડિયન કોલેજોયુનિવર્સિટીઓ એનરોલમેન્ટ ફી લેતી હોય છે, તે રેકેટમાં સામેલ લોકોના ખાતામાં મળેલી રકમ પરત મોકલે છે. એવું બહાર આવ્યું હતું કે મુંબઈ અને નાગપુર સ્થિત બે સંસ્થાઓ એક કેનેડિયન સંસ્થા સાથે કમિશનના આધારે વિવિધ દેશોમાં સ્થિત શૈક્ષણિક સંસ્થાઓમાં વિધાર્થીઓના પ્રવેશ માટે કરાર કર્યેા હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્રારા તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે દર વર્ષે લગભગ ૨૫,૦૦૦ વિધાર્થીઓને એક સંસ્થા દ્રારા અને ૧૦,૦૦૦ થી વધુ વિધાર્થીઓને બીજી સંસ્થા દ્રારા ભારતની બહાર સ્થિત વિવિધ કોલેજોમાં મોકલવામાં આવે છે. આ વિધાર્થીઓ પાસેથી કરોડો પિયાની વસૂલાત કરવામાં આવી હતી. ઇડીની તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે ગુજરાતમાં લગભગ ૧૭૦૦ એજન્ટપાર્ટનર્સ છે અને ભારતભરમાં અન્ય સંસ્થાઓના લગભગ ૩૫૦૦ એજન્ટપાર્ટનર્સ છે. તેમાંથી લગભગ ૮૦૦ સક્રિય છે. લગભગ ૧૧૨ કેનેડા સ્થિત કોલેજોએ એક વચેટિયા સાથે જોડાણ કયુ છે અને ૧૫૦ થી વધુ કોલેજોએ બીજા મધ્યસ્થી સાથે જોડાણ કયુ છે. આ કેસમાં તેની સંડોવણીની પણ તપાસ કરવામાં આવી રહી છે.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ એકબીજા સાથે મળીને કાવતં ઘડું હતું અને નિર્દેાષ ભારતીયોને અમેરિકા લઈ જવા માટે વ્યકિતદીઠ ૫૫ થી ૬૦ લાખ પિયાની જંગી રકમ પડાવી હતી. આ માટે આરોપીઓએ કેનેડા સ્થિત કોલેજોયુનિવર્સિટીમાં વ્યકિતઓના પ્રવેશની વ્યવસ્થા કરી અને તેના દ્રારા કેનેડાના સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMજામ્યુકોનું બજેટ 1500 કરોડથી વધુ રહેવાની ધારણાં: વેરામાં ખાસ વધારો હશે નહી
January 24, 2025 12:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech