BREAKING NEWS

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું હાર્ટએટેકથી મોત

  • March 31, 2026 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મોરબી કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું રાત્રીના સમયે હાર્ટ એટેકથી નિધન થયું છે.
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો દોડી આવ્યા ગયા હતા.પ્રા વિગતો અનુસાર જિલ્લ ા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા હાઉસિંગ બોર્ડથી મહેન્દ્રનગર ખાતે વોર્ડ નંબર ૪માં એક આગેવાનને મળવા ગયા હતા. તેઓ ત્યાં બેઠા હતા ત્યાં અચાનક જ તેમને હાર્ટ એટેક આવતા તેઓને તાત્કાલિક સારવાર માટે સમર્પણ હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ તેમનું નિધન થયું હતું. કિશોરભાઈએ ચક્ષુદાન કરેલું હોવાથી, તેમના પાર્થિવ દેહને  સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. યાં મોટી સંખ્યામાં કોગ્રેસના કાર્યકરો દોડી ગયા હતા.કોગ્રેસના જિલ્લ ા પ્રમુખ કિશોરભાઈ મિલનસાર સ્વભાવના અને લડાયક નેતા તરીકેની ઓળખ ધરાવતા હતા. તેમના અચાનક નિધનથી ચીખલિયા પરિવાર અને કોગ્રેસ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News