મોરબી: ટોલનાકાના પ્રકરણના ૨૧ દિવસ, આરોપીઓ હજુ પોલીસ પક્કડથી દૂર

  • December 26, 2023 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેરમાં ગેરકાયદેસર ટોલનાકા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાયાને ૨૧ દિવસનો સમય વીત્યા છતાં હજુ એકપણ આરોપી પોલીસને હાથ લાગ્યો નથી સામાન્ય રીતે હત્યા કે લૂંટ જેવા ગુનામા મોરબી જીલ્લ ાની બહાદુર પોલીસ આરોપીઓને ગણતરીના કલાકો કે દિવસોમાં ઝડપી લેતી હોય છે ત્યારે આ કેસમાં કેમ ૨૧ દિવસનો સમય વીત્યા છતાં આરોપીઓને પોલીસ શોધી સકી નથી તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે
વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમારે આરોપીઓ અમરશીભાઈ જેરામભાઈ પટેલ રહે વ્હાઈટ હાઉસ સિરામિક વઘાસીયા તા. વાંકાનેર તેમજ રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રહે ચારેય વઘાસીયા તા. વાંકાનેર અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ફેકટરીના રસ્તાનો ઉપયોગ કરી ટોલ ઉઘરાવ્યાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે જીલ્લ ા કલેકટરની સુચનાથી એસડીએમના માર્ગદર્શન હેઠળ ચાર અધિકારીની ટીમ બનાવી હતી જેને રીપોર્ટ તૈયાર કરવા માટે જણાવ્યું હતું જે રીપોર્ટ મામલતદાર ટીમે તૈયાર કરીને પ્રાંત અધિકારીને સોપી દીધાની માહિતી પ્રાપ્ત થઇ છે.

​​​​​​​પોરબંદર, કચ્છ સુધી તપાસ છતાં આરોપીઓનો પત્તો ના લાગ્યો
ગેરકાયદેસર ટોલનાકા પ્રકરણમાં તપાસ ચલાવનાર વાંકાનેર સીટી પીઆઈ પી ડી સોલંકી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ ટીમોએ કચ્છ, ખંભાલીયા, પોરબંદર અને રાજકોટમાં વિવિધ સ્થળોએ તપાસ ચલાવી હતી જોકે આરોપીઓ મળી આવ્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application