શહેરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી અગાઉથી જ તેમાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાઓ ધક્કામુકી કરી ઉલ્ટી કરવાના બહાને મુસાફરોના ખિસ્સા હળવા કરી લીધાનું પોલીસમાં નોંધાયું છે, ત્યારે રિક્ષા નહીં બલ્કે ઈકોમા બેસાડી પ્રૌઢના ખિસ્સામાથી પૈસા કાઢી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં પ્રૌઢની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે ગેંગના ૬ શખ્સોને સંકજામાં લીધા છે.
શહેરના જીવરાજપાર્ક સીતાજી ટાઉનશીપમાં રહેતા અને નિવૃત જીવન જીવતા રમેશભાઈ લક્ષમણભાઈ પાલા (ઉ.વ.૫૫) નામના પ્રૌઢ બે દિવસ પહેલા લમીનગર જીઇબીએ થી વીજબીલ ભરીને ચાલીને જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કબૂતરી કલરની ઇકો આવી ઉભી રહી હતી અને ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠેલા વ્યકિતએ કાકા કેમ ચાલી ને જાવ છો, આમા બેસી જાવ કહી તેની બાજુમાં આગળ બેસાડા હતા થોડે આગળ ઇકો જતા જ બાજુમાં બેઠેલો શખ્સ ઉલ્ટી ઉબકા કરવા લાગ્યો હતો. આથી ડ્રાઈવરએ વ્યકિતની તબિયત ખરાબ થઈ ગઈ છે કહી પ્રૌઢને નીચે ઉતરી જવા કહ્યું હતું. પ્રૌઢએ નીચે ઉતરતા ઇકો નીકળી ગઈ હતી. થોડીવાર પછી પ્રૌઢએ ખિસ્સામાં હાથ નાખતા .૫૭૦૦ ન હોવાનું જોવા મળતા ઈકોમા બેઠેલા અજાણ્યા શખ્સએ પૈસા કાઢી લીધાનું જણાતા બનાવ અંગે પ્રૌઢે માલવિયા નગર પોલીસમાં જીજે ૧૨ બીએફ ૧૭૭૦ નંબરની ઇકો કારમાં બેઠેલા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી અને ઇકો કારના નંબરના આધારે તપાસ તેજ કરતા પોલીસે ૬ શખ્સોને સંકજામાં લઇ પુછપરછ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech