મોહમ્મદ શમીના કમબેકની તારીખ જાહેર, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા આ ટૂર્નામેન્ટમાં મચાવશે તબાહી

  • October 25, 2024 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીની વાપસી પર એક મોટું અપડેટ સામે આવ્યું છે. શમીએ ગયા વર્ષે યોજાયેલા 2023 ODI ક્રિકેટ વર્લ્ડ કપ પછી એકપણ મેચ રમી નથી પરંતુ હવે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શમી વર્તમાન રણજી ટ્રોફી સિઝનમાં બંગાળની ટીમ માટે ઓછામાં ઓછી બે મેચ રમી શકે છે. શમી આ બે મેચ દ્વારા આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પોતાની તૈયારીઓમાં સુધારો કરી શકે છે.


બંગાળ ટીમના કોચ લક્ષ્મી રતન શુક્લાને જણાવ્યું હતું કે, "શમી કેરળ સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. અમને આશા છે કે તે કર્ણાટક અને મધ્યપ્રદેશ સામેની મેચમાં રમશે." બંગાળ અને કર્ણાટક વચ્ચે 6 નવેમ્બરથી બેંગલુરુમાં મેચ રમાવાની છે. બંગાળ અને મધ્યપ્રદેશની મેચ 13 નવેમ્બરથી શરૂ થશે.


ઓસ્ટ્રેલિયન ટુરનું અપડેટ


બંગાળ ટીમના કોચ લક્ષ્મી રતન શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે, "શમી ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે અને ઓસ્ટ્રેલિયા સિરીઝમાં તેનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. શમીએ પોતે કહ્યું હતું કે તે જતા પહેલા બંગાળ માટે રણજી ટ્રોફીમાં બે મેચ રમવા માંગશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા રણજી મેચોમાં સારા પ્રદર્શનથી તેમનું મનોબળ વધશે અને તે અમારા ચાર ખેલાડીઓ માટે ભારત અને ભારત A માટે સારી બાબત હશે.


ફેબ્રુઆરીમાં સર્જરી કરાવી હતી


મોહમ્મદ શમીને 2023 ODI ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જેના કારણે તે ફેબ્રુઆરી 2024માં લંડન ગયો હતો અને સર્જરી કરાવી હતી. નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની રિકવરી પ્રક્રિયા ચાલી રહી હતી પરંતુ તેના ઘૂંટણમાં સોજો આવવાને કારણે તેના પરત આવવામાં વિલંબ થયો હતો. બીજી તરફ કેપ્ટન રોહિત શર્માએ પણ કહ્યું છે કે તે ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પર ઇન-ફોર્મ શમીને ઇચ્છે છે. આવી સ્થિતિમાં તેને બે રણજી મેચ રમવાથી ઘણો ફાયદો થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application