મોબાઈલને મળશે નવી આંખો માણસની જેમ વાત પણ કરશે

  • May 16, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગૂગલે ૧૪ મેના રોજ તેની મેગા ઇવેન્ટ ગૂગલ આઈઓ ૨૦૨૪નું આયોજન કયુ હતું, જેનું મુખ્ય કેન્દ્ર એઆઈ હતું. ગુગલ સીઈઓ સુંદર પિચાઈએ જેમિની એઆઈ વિશે વાત કરીને ઇવેન્ટની શઆત કરી. કંપનીએ આ ઈવેન્ટ દરમિયાન મોટી જાહેરાતો કરી અને ઘણા પ્રોજેકટસ પણ લોન્ચ કર્યા. આમાંથી એક પ્રોજેકટ એસ્ટ્રા છે, જે કેમેરામાં દેખાતી દરેક વસ્તુને સમજાવે છે. ગૂગલે તેની ઇવેન્ટ દરમિયાન આનો ડેમો પણ બતાવ્યો હતો.

પ્રોજેકટ એસ્ટ્રાએ કંપનીનો નવો પ્રોજેકટ છે, જેનું ફોકસ ભાવિ એઆઈ સહાયક બનાવવાનું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેકટ કંઈક અંશે ઓપનએઆઈના જીપીટી૪ઓ જેવો છે, જે તમારા ફોનના કેમેરાને જોઈને તમારી આસપાસની દરેક વસ્તુ સમજાવશે. ગૂગલ ડીપમાઈન્ડે તેના સોશિયલ મીડિયા હેન્ડલ એકસ પર આ અંગેનો એક વીડિયો પણ શેર કર્યેા છે.
એસ્ટ્રાને મોબાઈલ એપ અને વેબ બંને દ્રારા એકસેસ કરી શકાય છે. ગૂગલે ઈવેન્ટ દરમિયાન એક વીડિયો બતાવ્યો જેમાં સ્પષ્ટ્ર દેખાઈ રહ્યું હતું કે ફોનનો કેમેરો ચાલુ છે અને એસ્ટ્રાને પૂછવામાં આવી રહ્યું છે કે સ્પીકર કયાં છે. એસ્ટ્રા આનો જવાબ આપે છે. પછી સ્પીકરના ટિટર પર એક લાઇન દોરવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે તે શું છે, એસ્ટ્રા કહે છે કે તે સ્પીકરના ટિટર છે. ગૂગલે કહ્યું છે કે એસ્ટ્રા ટૂલ વિશ્વને તે જ રીતે જુએ છે જે રીતે આપણે તેને જોઈએ છીએ.
જો તમે એસ્ટ્રાની મદદથી વીડિયો બનાવો છો, તો આ ટૂલ તે વીડિયોમાં જોવા મળેલી દરેક વસ્તુને યાદ રાખશે. એસ્ટ્રા પણ યાદ રાખે છે કે કંઈક કયાં રાખવામાં આવ્યું છે. જો તમે કંઈક ભૂલી જાઓ છો તો એસ્ટ્રા તમને જણાવી શકે છે. એસ્ટ્રા તમારી સાથે મિત્ર કે સંબંધીની જેમ વાત કરે છે. એસ્ટ્રા વિશે, ગૂગલે કહ્યું છે કે તે ખૂબ જ ઝડપી છે અને વાસ્તવિક સમયમાં વપરાશકર્તાઓના પ્રશ્નોના જવાબ આપે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application