વિજ્ઞાન ગુર્જરી વિજ્ઞાન ભારતીનું ગુજરાતી યુનિટ અને ઈસરોના સહયોગથી સ્પેસ ઓન વ્હીલ્સ અંતરીક્ષ વિજ્ઞાન જન ધન સુધી પહોંચાડતો અનોખું મોબાઇલ મ્યુઝિયમ તારીખ 8 ના રોજ ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા ઉદ્ઘાટન કરી ખુલ્લુ મુકવામાં આવેલ છે આ સાથે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા ઇનોવેટિવ ટોઇઝ વાન અને ગુજરાત એનર્જી ની જીઈડીએ ની વાન પણ પ્રદર્શનમાં મૂકવામાં આવેલ છે
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઈશરો અને વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ) ના સહયોગથી “સ્પેસ ઑન વ્હીલ્સ” નામની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ એક વિશેષ રીતે સજ્જ બસને ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે.
“સ્પેસ ઑન વ્હીલ્સ” મોબાઇલ પ્રદર્શન દ્વારા ચંદ્રયાન, મંગલયાન, ગગનયાન જેવી ઈશરોની મહત્ત્વપૂર્ણ મિશનોના મોડેલ્સ, રેપ્લિકા, ઇન્ટરએક્ટિવ ડિસ્પ્લે અને શૈક્ષણિક માહિતી રજૂ કરવામાં આવે છે. ઉપરાંત, અંતરિક્ષ ટેકનોલોજીના રોજિંદા જીવનમાં થતા ઉપયોગો વિશે પણ સરળ અને રસપ્રદ રીતે માહિતી આપવામાં આવે છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાવવાનો, અંતરિક્ષ ટેકનોલોજી સાથે તેમનો સંપર્ક વધારવાનો અને વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત ક્ષેત્રોમાં કારકિર્દી માટે પ્રોત્સાહન આપવાનો છે. ખાસ કરીને દૂરદરાજ અને ગ્રામ્ય વિસ્તારોમાં, જ્યાં આવા શૈક્ષણિક સાધનો સરળતાથી ઉપલબ્ધ નથી, ત્યાં વિજ્ઞાનને સુલભ બનાવવાનો આ પ્રયાસ છે.
આ મોબાઇલ પ્રદર્શન બસ તા. ૦૮/૦૧ થી તા. ૦૬/૦૨ દરમિયાન ગુજરાત રાજયની અલગ અલગ શાળાઓ અને કોલેજોમાં જઈને હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકોને અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયાની મુલાકાત કરાવશે. કાર્યક્રમની સફળતા માટે કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ અમરેલી ના પ્રોફેસર અને વિજ્ઞાન ગુર્જરી ના અમરેલી જિલ્લા સંયોજક ડો યતીન તેરૈયા અને પંકજભાઈ મહેતા ભરાડ સ્કુલ ને અભિનંદન આપેલા હતા આ પ્રદર્શનમાં અમરેલી શહેરના 6,000 થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધેલ છે હવે પછીથી આ પ્રદર્શન ભાવનગર શરૂ થશે