શહેરના રૈયા રોડ પર ડા સરકારી કર્મચારી સોસાયટીમાં રહેતા મોબાઇલ એસેસરીઝના ધંધાર્થીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહી તેમની સાથે પિયા ૨.૯૫ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો, મુજબ રૈયા રોડ પર ડા સરકારી કર્મચારી સોસાયટી શેરી નંબર ૨ માં રહેતા અને ઘરેથી જ મોબાઈલ એસેસરીઝનું કામ કરનાર પ્રશાંત અણભાઇ ચોકસી (ઉ.વ ૪૫) દ્રારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ઇન્ડસઇન્ડ બેંકનું ક્રેડિટ કાર્ડ ધરાવે છે ગત તા. ૬ ઓગસ્ટના તેમના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો સામેવાળી વ્યકિતએ પોતે બેન્કનો કર્મચારી હોવાની ઓળખ આપી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપશે તેમ કહ્યું હતું. જેથી આધેડે હા કહેતા ગુગલ ક્રોમ બ્રાઉઝર અને એક વેબસાઈટ ઓપન કરાવી તેમાં ક્રેડિટ કાર્ડ નંબર તેની એકસપાયરી ડેટ સીવીસી નંબર અને નામ સહિતની તમામ વિગતો ભરાવી હતી. થોડીવાર બાદ ફરિયાદીના ક્રેડિટ કાર્ડમાંથી અલગ અલગ ટ્રાન્જેકશન મારફતે .૩.૧૫ લાખ ઉપડી ગયા હતા. જેથી તેણે સામેવાળી વ્યકિતનો સંપર્ક કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો બાદમાં બેંકે જઈ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમની સાથે ફ્રોડ થયું છે.
જેથી તેમણે તુરતં સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી બાદમાં પોલીસે જે એકાઉન્ટમાં રકમ જમા થઈ હતી તે એકાઉન્ટ ફ્રીજ કરતા તેમાંથી કેટલીક રકમ પરત મળી હતી. યારે ૨.૯૫ લાખ પરત મળ્યા ન હતા. જેથી તેમણે આ અંગે આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech