ખંભાળિયામાં દાંતા ગામના મહિલાના મોબાઈલ, રોકડની ચોરી

  • September 10, 2024 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ માર્ગ પરથી બાઈક હંકારી જતા તસ્કરો



ખંભાળિયા તાલુકાના દાંતા ગામે રહેતા પારુલબા હરેશસિંહ માનસંગજી જાડેજા નામના 37 વર્ષના મહિલા અહીંની એક હોસ્પિટલ પાસે આવ્યા હતા. ત્યારે તેમનો રૂપિયા 15,500 ની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન તેમજ રૂપિયા 2,000 ની રોકડ રકમ મળી, કુલ રૂપિયા 17,500 નો મુદ્દામાલ કોઈ શખ્સ ચોરી કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ મહિલા દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


અન્ય એક બનાવમાં ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે રહેતા દેવરખીભાઈ રામસીભાઈ ચાવડા નામના 36 વર્ષના યુવાને અત્રે ભાણવડ રોડ પર આરવ ફાર્મ પાસે પાર્ક કરીને રાખેલું રૂપિયા 20,000 ની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News