મિસ યોગીની ઓફ ગુજરાતની ટાઈટલ વિજેતા ઋચા ત્રિવેદી બની ઇન્ટરનેશનલ ચેમ્પિયન

  • September 03, 2024 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં  વિયતનામ દ્વારા યોજાયેલ ૫મી ઇન્ટરનેશનલ યોગા સ્ટાર ચેમ્પિયનશિપ માં ભાવનગરની યોગા એથલેટ,ઇન્ટરનેશનલ યોગા પ્લેયર અને મિસયોગીની ઓફ ગુજરાતની ટાઈટલ વિનર ૧૩વર્ષીય ઋચા ત્રિવેદી એ ગોલ્ડમેડલ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો હતો.
ઋચા ભાવનગરની દક્ષિણામૂર્તિ સ્કૂલની ધો.૯ની વિદ્યાર્થીની છે તેમજ તે યુનિવર્સિટી યોગા હોલ ખાતે યોગ ગુરુ રેતુભા ગોહિલના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૯વર્ષથી યોગા રમી રહી છે. સુધીમાં ઋચા એ જિલ્લા ,રાજ્ય,રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ યોગા સ્પર્ધાઓમાં ઉજ્જવળ દેખાવ કરી જિલ્લા,રાજ્ય અને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.
આ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ આ વર્ષે ભારતમાં ગ્રાન્ડ મર્ક્યુરી હોટેલ,ગિફ્ટસીટી,ગાંધીનગર ખાતે યોજાયેલ હતી,આ ચેમ્પિયનશિપ,ઇન્ટરનેશલ પ્રેસિડેન્ટ હું યંગ વેન (વિયેતનામ) તથા વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને યોગા સ્પોર્ટસ ફાઉન્ડેશનના જનરલ સેક્રેટરી ડો.મહેબૂબ કુરેશી, અધિરાજસિંહ, શિવમ મિશ્રા સહિતના યોગગુરુઓની ઉપસ્થિતિમાં યોજાયેલ તેમજ ક્લોઝિંગ સેરેમનીમાં રાજ્ય યોગબોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી,વિયતનામના યોગ એક્સપર્ટસ સહિતના મહાનુભાવો દ્વારા સિદ્ધિ પ્રાપ્ત ઋચા ત્રિવેદી સહિતના ખેલાડીઓને મેડલ,ટ્રોફી,સર્ટિફિકેટ  આપવામાં આવ્યા હતા. આગામી સમય માં ઋચા એસ.જી.એફ.આઈ ડિસ્ટ્રિક્ટ અને જી.વાય.એસ.એ ની સ્ટેટ ચેમ્પિયનશિપ રમવા જશે.ઋચાની આ સિદ્ધિ બદલ તેના શાળા પરિવાર,યોગ ગુરુઓ સહિતનાઓ એ અભિનંદન પાઠવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application