BREAKING NEWS

વિજ્ઞાનનો ચમત્કાર: હવે વીજળી વિના ચાલુ કરી શકાશે  AC!

  • June 03, 2026 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Miracle of Science: Now AC can be started without electricity!
વિજ્ઞાનનો ચમત્કાર: હવે વીજળી વિના ચાલુ કરી શકાશે  AC! 
આજના સમયમાં ટેકનોલોજીની દુનિયામાં એક ક્રાંતિકારી સંશોધન ચર્ચાનો વિષય બન્યું છે. સાઉદી અરેબિયાના વૈજ્ઞાનિકોએ એક એવી અદભુત ટેકનોલોજી શોધી કાઢી છે, જે વીજળી વિના માત્ર મીઠું, પાણી અને સૂર્યપ્રકાશની મદદથી રૂમને એર કન્ડિશનર (AC) જેવો ઠંડોગાર કરી શકે છે. આ નવી ટેકનોલોજીને NESCOD (No Electricity and Sustainable Cooling on Demand) નામ આપવામાં આવ્યું છે.
 આ સંશોધન સાઉદી અરેબિયાની 'કિંગ અબ્દુલ્લા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી' ના પ્રોફેસર પેંગ વાંગની ટીમે કર્યું છે. આ સંશોધન પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક પત્રિકા 'એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ' માં પણ પ્રકાશિત થઈ ચૂક્યું છે.
આ ટેકનોલોજી પાછળનું વિજ્ઞાન શું છે?
આ સિસ્ટમ રસાયણશાસ્ત્રના એન્ડોથર્મિક રિએક્શન (Endothermic Reaction) એટલે કે ઉષ્માશોષક પ્રક્રિયાના સિદ્ધાંત પર કામ કરે છે.
તાપમાન ૨૫° થી સીધું ૩.૫° સેલ્સિયસ
આ ટેકનોલોજીમાં ખાસ પ્રકારના મીઠા એટલે કે એમોનિયમ નાઈટ્રેટ (જે સામાન્ય રીતે ખાતરમાં વપરાય છે) ને જ્યારે પાણીમાં ઓગળવામાં આવે છે, ત્યારે તે ઓગળવા માટે આજુબાજુની હવામાંથી તમામ ગરમી ખૂબ જ ઝડપથી શોષી લે છે. લેબોરેટરી ટેસ્ટિંગ દરમિયાન આ પ્રક્રિયાથી માત્ર ૨૦ મિનિટમાં આસપાસનું તાપમાન ૨ canvas 5 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને ૩.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.
મીઠા અને પાણીનું અદભુત રિસાયકલ ચક્ર
વૈજ્ઞાનિકો સમક્ષ સૌથી મોટો પડકાર એ હતો કે એકવાર મીઠું પાણીમાં ઓગળી જાય પછી શું દર વખતે નવું મીઠું નાખવું પડશે? આ સમસ્યાનો ઉકેલ તેમણે સૂર્યપ્રકાશ દ્વારા શોધ્યો છે
સોલર રીજનરેટર (છત પર)
મીઠું અને પાણી ઓગળ્યા પછી બનેલા પ્રવાહી ઘોળને પાઇપલાઇન દ્વારા ઘરની છત પર મોકલવામાં આવે છે, જ્યાં સૂર્યના આકરા તડકા અને ગરમીથી પાણીનું બાષ્પીભવન થઈ જાય છે અને મીઠું ફરીથી કણો (Crystals) ના સ્વરૂપમાં પાછું મળી જાય છે. બાષ્પીભવન થયેલા પાણીને પણ પ્રોસેસ કરીને ફરીથી વાપરી શકાય તેવું પાણી બનાવી લેવાય છે.
કૂલિંગ યુનિટ (રૂમની અંદર): 
સૂર્યપ્રકાશથી અલગ પડેલા આ શુદ્ધ મીઠાને ફરીથી રૂમમાં રહેલા કૂલિંગ યુનિટના પાણીમાં ઓગળવામાં આવે છે, જે રૂમને ફરીથી ઠંડો કરે છે. આ ચક્ર સતત ચાલતું રહે છે
રાત્રે કેવી રીતે કામ કરશે?
રાત્રિના સમયે સૂર્યપ્રકાશ ન હોવાને કારણે પ્રવાહીમાંથી ફરીથી મીઠું બનાવવાની પ્રક્રિયા થઈ શકતી નથી. આથી, રાત્રે રૂમને ઠંડો રાખવા માટે દિવસ દરમિયાન જ સૂર્યપ્રકાશની મદદથી વધારાનું મીઠું બનાવીને સ્ટોર કરી લેવામાં આવે છે, જેથી રાત્રે પણ એસી સીમલેસ ચાલતું રહે.
આ ટેકનોલોજીથી દુનિયાને શું ફાયદો થશે?
ઝીરો લાઈટ બિલ અને સસ્તું લાઈફસ્ટાઈલ
આ આખી પ્રક્રિયામાં કોઈ મોટર, કમ્પ્રેસર કે મોંઘા ગેસની જરૂર પડતી નથી અને એમોનિયમ નાઈટ્રેટ ખૂબ જ સસ્તું મળે છે.
અંતરિયાળ વિસ્તારો માટે વરદાન
ભારતના એવા ગામડાઓ કે અંતરિયાળ વિસ્તારો જ્યાં હજુ વીજળી પહોંચી નથી અથવા પાવર કટ વધુ રહે છે, ત્યાં આ ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થશે.
કોલ્ડ સ્ટોરેજમાં ક્રાંતિ
આ ટેકનોલોજીનો ઉપયોગ માત્ર ઘરના એસી માટે જ નહીં, પરંતુ ખેતરોની નજીક શાકભાજી અને અનાજને તાજું રાખવા માટેના હોસ્પિટલ કે કોલ્ડ સ્ટોરેજ માટે પણ થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application