રાજકોટ એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનું સ્વાગત કરતા રાજ્ય મંત્રી માળી
રાજકોટ એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનું સ્વાગત કરતા રાજ્ય મંત્રી માળી
May 14, 2026 10:06 AM
સાસણ-ગીરના આંગણે આયોજિત ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-૨૦૨૬ના પ્રિ-ઇવેન્ટમાં સહભાગી થવા માટે ભારત સરકારના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવનું રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે આગમન થયું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે બી.પી. પતી, પીસીસીએફ (વિકાસ અને વ્યવસ્થા), રાજકોટ વન સંરક્ષક આર. સેન્થિલકુમારન સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.