પઠાનના વિરોધ વચ્ચે કેન્દ્રીયમંત્રીએ બોયકોટ ટ્રેન્ડને વખોડ્યું

  • January 28, 2023 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અનુરાગ ઠાકુરે કહ્યું-બહિષ્કાર સંસ્કૃતિ જેવી ઘટના વાતાવરણ બગાડે છે
  • કોઇને સમસ્યા હોય તો સંબંધિત વિભાગમાં રજૂઆત કરવી જોઇએઃ મંત્રી


ચોક્ક્સ જૂથ દ્વારા બોલીવૂડના ચોક્કસ કલાકારો અને તેમની ફિલ્મો સામે બોયકોટ ટ્રેન્ડ છતાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાનએ સફળતાના રેકોર્ડ રચ્યા. ત્યારે કેન્દ્રીય મંત્રીએ બોયકોટ ટ્રેન્ડને વખોડી કાઢતા તેને ભારતના વિકાસ સામે અવરોધરુપ ગણાવ્યું છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે અમુક ફિલ્મોને નિશાન બનાવતી 'બહિષ્કાર સંસ્કૃતિ'ની નિંદા કરી અને કહ્યું હતું કે, આવી ઘટનાઓ એવા સમયે વાતાવરણને બગાડે છે જ્યારે ભારત 'સોફ્ટ પાવર' ના રૂપમાં પોતાનો પ્રભાવ વધારનાને લઈને કામ કર્યું છે. ઠાકુરે કહ્યું કે, જો કોઈને ફિલ્મને લઈને કોઈ સમસ્યા હોય તો તેણે સંબંધિત સરકારી વિભાગ સાથે વાત કરવી જોઈએ, જે ફિલ્મ નિર્માતાઓ સાથે આ મુદ્દો ઉઠાવી શકે.

જ્યારે વિવિધ જૂથો દ્વારા ફિલ્મોના બહિષ્કાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે, ઠાકુરે અહીં પત્રકારોને કહ્યું કે...

જ્યારે ભારત 'સોફ્ટ પાવર' તરીકે પોતાનો પ્રભાવ વધારવા આતુર છે, એવા સમયે જ્યારે ભારતીય ફિલ્મો વિશ્વના દરેક ખૂણામાં ધૂમ મચાવી રહી છે, આવી વસ્તુઓ વાતાવરણને બગાડે છે.

મંત્રીની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે બુધવારે રિલીઝ થયેલી શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'પઠાનના સોન્ગને લઈને બહિષ્કાર કરવા માટે હાકલ કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં, અભિનેતા અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ, આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા અને દીપિકા પાદુકોણની પદ્માવત ને બહિષ્કારના કોલનો સામનો કરવો પડ્યો હતો.


ઠાકુરે વધુમાં કહ્યું કે... જો કોઈને (ફિલ્મ સાથે) કોઈ સમસ્યા હોય, તો તેણે સંબંધિત વિભાગ સાથે વાત કરવી જોઈએ, જે તેને નિર્માતા અને દિગ્દર્શક સાથે ઉઠાવશે." કેટલાક લોકો તેને સંપૂર્ણ રીતે જાણતા પહેલા જ તેના પર ટિપ્પણી કરે છે. આના કારણે સમસ્યાઓ થાય છે. એવું ન થવું જોઈએ.


મુંબઇમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવા માટે અનુરાગ ઠાકુર આવ્યા હતા. જે આઠ યુરેશિયન દેશોના પ્રાદેશિક જૂથમાંથી 58 ફિલ્મો પ્રદર્શિત કરશે. SCO નિરીક્ષક દેશો અને સંવાદ ભાગીદારોએ ફિલ્મ ફેસ્ટિવલના બિન-સ્પર્ધા વિભાગમાં એન્ટ્રી મોકલી છે.


મંત્રીએ સર્જનાત્મક સ્વાયત્તતા માટે  કહ્યું કે..


'ઓવર-ધ-ટોપ' (OTT) પ્લેટફોર્મ્સ પર સામગ્રીનું નિરીક્ષણ કરવા માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, "સર્જનાત્મકતા પર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ. માહિતી અને પ્રસારણ મંત્રાલયને OTT પ્લેટફોર્મ પર સામગ્રી સંબંધિત ફરિયાદો મળે છે, પરંતુ લગભગ 95 ટકા ફરિયાદો નિર્માતાઓના સ્તરે અને અન્ય 'એસોસિએશન ઑફ પબ્લિશર્સ'ના બીજા તબક્કામાં ઉકેલવામાં આવે છે.  માત્ર એક ટકા ફરિયાદો આંતર-વિભાગીય સમિતિ સુધી પહોંચે છે અને તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે, આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવામાં આવે.
 
 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application