મેટા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ટીન એજર્સ માટે અમુક કન્ટેન્ટ હાઈડ કરશે

  • January 10, 2024 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વભરના રેગ્યુલેટર્સ મેટા પ્લેટફોર્મ પર બાળકો માટે સુરક્ષા વધારવા માટે સોશિયલ મીડિયા પર દબાણ કયુ હતું આથી મેટા પ્લેટફોમ્ર્સે જણાવ્યું હતું કે તે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ટીનએજર્સ માટે અમુક કન્ટેન્ટ હાઈડ કરશે.

મેટાએ એક બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પરના તમામ ટીનએજર્સ માટે કંટ્રોલ સેટીંગમાં અલગથી સર્ચ ફીચર્સ રાખવામાં આવશે. જેમાં લીમીટેડ શબ્દો જ સર્ચ કરી શકાશે. જેના કારણે ટીનએજર્સ સર્ચ અને એકપ્લોર જેવી કેટલીક સુવિધાઓથી દુર રહેશે.

યુ.એસ.ના ડઝનબધં રાયોએ ઓકટોબરમાં મેટા પ્લેટફોમ્ર્સ અને ઇન્સ્ટાગ્રામ સામે દાવો દાખલ કર્યેા હતો, જેમાં તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લત લગાવી યુવા માનસિક સ્વાસ્થ્ય પર જોખમ ઉભું કરી રહ્યાનો આરોપ મૂકયો હતો.

મેટા યુરોપમાં પણ તપાસ હેઠળ છે, યાં યુરોપિયન કમિશને જવાબ માંગ્યો છે કે સોશિયલ મીડિયા કંપની બાળકોને ગેરકાયદેસર અને હાનિકારક સામગ્રીથી કેવી રીતે સુરક્ષિત કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application