ઉનાળામાં ઠંડકના ચક્કરમાં ચક્કર ન આવી જાય... રાજકોટના ન્યુ જાગનાથમાં શ્રીરામ ફ્રૂટ એન્ડ કોલ્ડ્રિંક્સનું ફ્રૂટ ખાવાલાયક નહીં, કાપેલા વાસી ફ્રૂટનો જથ્થો મળ્યો

  • April 30, 2025 06:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અભય એપાર્ટમેન્ટ-13, ન્યુ જાગનાથ, રાજકોટ મુકામે આવેલ "શ્રીરામ ફ્રૂટ & કોલ્ડ્રિંક્સ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ કાપેલા વાસી ફ્રૂટનો અંદાજિત કુલ 03 કિલો વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. 


ખાદ્યચીજોના કુલ 11 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઈ

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના નાનામવા સર્કલ રામ મસાલા માર્કેટ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 11 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 06 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 11 નમૂનાની સ્થળ પર ચકાસણી કરી હતી.


ચકાસણી કરેલ ધંધાર્થીઓની  વિગત

  • ભગવતી મસાલા ભંડાર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના  
  • ઉમિયાજી મસાલા ભંડાર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
  • ઉત્તમ મસાલા માર્કેટ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
  • ખેડૂત મરચાં ભંડાર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 
  • રામનાથ મરચાં- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • ખોડિયાર ઘઉં ભંડાર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • જલારામ મસાલા ભંડાર 
  • મહાદેવ મસાલા ભંડાર 
  • જય રખાદાદા મીલ 
  • શ્રીરામ મસાલા માર્કેટ 
  • સતદેવીદાસ અમરદેવીદાસ મસાલા માર્કેટ


નમુનાની કામગીરી

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ નીચે મુજબની વિગતે સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત કુલ 10 નમૂના લેવામાં આવ્યા  

  1. કોલ્હાપુરી ગોળ (લુઝ): સ્થળ- ગોકુલ ટ્રેડર્સ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, રાજકોટ
  2. દેશી ડાબાનો ગોળ (લુઝ): સ્થળ- જયદીપ ટ્રેડર્સ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, રાજકોટ.
  3. કોલ્હાપુરી ગોળ (લુઝ): સ્થળ- અલી હુસૈન બદ્રુદિન ભારમલ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, રાજકોટ 
  4. 'શ્રીજી' શુધ્ધ દેશી ગોળ (950 ગ્રામ પેક્ડ): સ્થળ- અલી હુસૈન બદ્રુદિન ભારમલ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, રાજકોટ
  5. કોલ્હાપુરી ગોળ (લુઝ): સ્થળ- અજયભાઈ ભરતભાઇ સોમૈયા, કંદોઇ બજાર કોર્નર, પરાબજાર મેઇન રોડ, રાજકોટ.
  6. સુખડી ગોળ (લુઝ): સ્થળ- અજયભાઈ ભરતભાઇ સોમૈયા, કંદોઇ બજાર કોર્નર, પરાબજાર મેઇન રોડ, રાજકોટ.
  7. 'રાજમણી' શુધ્ધ દેશી ગોળ (950 ગ્રામ પેક્ડ): સ્થળ- મે. અંદરજી ગોકલદાસ ગોળવાળા, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, રાજકોટ
  8. કોલ્હાપુરી દેશી ગોળ (લુઝ): સ્થળ- મે. અંદરજી ગોકલદાસ ગોળવાળા, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, રાજકોટ
  9. શુધ્ધ દેશી ગોળ (બરફી) (લુઝ): સ્થળ- પીતામ્બરદાસ ભવાનભાઈ કક્ક્ડ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, રાજકોટ
  10. આદિનાથ દેશી ગોળ (950 ગ્રામ પેક્ડ): સ્થળ- અન્નપૂર્ણા ટ્રેડર્સ, પરાબજાર મેઇન રોડ, ગોળ પીઠ, રાજકોટ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application