ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાના કર્મચારીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. કંપનીના માલિક માર્ક ઝુકરબર્ગ હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કેન્દ્રિત કરી રહ્યા છે, જેના કારણે કંપની મોટા પાયે ૧૬,૦૦૦ કર્મચારીઓને છટણી કરવાની તૈયારી કરી રહી છે.આ છટણીનો પ્રથમ તબક્કો મે મહિનામાં શ થશે. જાણવા મળ્યું છે કે ૨૦ મેથી શ થનારા પ્રથમ રાઉન્ડમાં આશરે ૮,૦૦૦ લોકો તેમની નોકરી ગુમાવી શકે છે. ટેક ઉધોગમાં એઆઈના વધતા પ્રભાવથી કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો છે.આગામી સમયમાં કંપની તેના માળખામાં ફેરફાર કરીને એઆઈ પર ૧૩૫ બિલિયન ડોલર ખર્ચ કરશે. નોંધનીય છે કે ટેક ઉધોગમાં એઆઈના વધતા પ્રભાવને કારણે ૭૩,૦૦૦ થી વધુ કર્મચારીઓને છટણી કરવામાં આવી છે
પ્રથમ તબક્કામાં ૧૦ ટકા કર્મચારીઓને અસર થશે
પ્રારંભિક તબક્કામાં, મેટાના વૈશ્વિક કર્મચારીઓના ૧૦ ટકા લોકો પ્રભાવિત થશે. જો કે કંપનીએ હજુ સુધી આની સત્તાવાર પુષ્ટ્રિ કરી નથી, આંતરિક સૂત્રો કહે છે કે ૨૦૨૬ ના અતં સુધીમાં કુલ ૧૬,૦૦૦ લોકો તેમની નોકરી ગુમાવી શકે છે. હાલમાં, કંપનીના ટોચના અધિકારીઓ અંતિમ યાદી તૈયાર કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જે કર્મચારીઓની નોકરીઓ એઆઈ દ્રારા સંભાળી શકાય છે તેમને તેમની નોકરી ગુમાવવાનું સૌથી વધુ જોખમ છે.આ મોટા પાયે છટણી પાછળનું મુખ્ય કારણ એઆઈ માટે માર્ક ઝકરબર્ગની વધતી જતી મહત્વાકાંક્ષા છે. તે મેટાને એઆઈની દુનિયામાં અગ્રણી બનાવવા માંગે છે. આ નોંધપાત્ર પરિવર્તન હાંસલ કરવા માટે, કંપની આ વર્ષે ૧૩૫ બિલિયન ડોલરનો જંગી ખર્ચ કરવાની યોજના ધરાવે છે. આ રકમનો નોંધપાત્ર હિસ્સો નવા ડેટા સેન્ટરો, અધતન ચિપ્સ અને એઆઈ સોટવેર ડેવલપમેન્ટ પર ખર્ચવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application