જામનગરમાં ૩૦ વર્ષ પહેલા બોગસ ડ્રાફટ બચાવવા અંગેનો કેસ ચાલી જતા જામનગર કોર્ટે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડિ મુકવા હુકમ કરતો ચુકાદો આપવામાં આવેલ છે.
આ બનાવની વિગતો એવી છે કે સને ૧૯૯૫ માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, મુરસન (યુ.પી.) બ્રાંચના જુદા જુદા ડિમાન્ડ ડ્રાફટો વટાવવા જામનગર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જુદા જુદા ધારકોએ ખાતા ખોલાવી નાખવામાં આવેલા અને રકમો ઉપાડવામાં આવેલી પરંતુ ક્રોસ વેરીફીકેશન થતાં આ ડિમાન્ડ ડ્રાફટો બોગસ હોવાનું માલુમ પડતા બેંકે જામનગર પોલીસ સ્ટેશનમાં કુલ-૧૦ વ્યકિતઓ સામે ફરિયાદ કરેલ હતી જે અંગેનો કેસ અત્રેની કોર્ટમાં ચાલતો હતો.
દરમ્યાન બેંક તરફથી દસ્તાવેજો અને પુરાવા રજુ થયેલા જે પર્યાપ્ત નહોતા આ કેસમાં આરોપી પૈકી વિપુલ કાંતિલાલ મહેતા સામે ખાતુ ખોલાવ્યાનો અને અન્ય આરોપી ઈન્દુલાલ બાબુભાઈ ખવાસ સામે ઓળખાણ આપવાનો આક્ષેપ હતો. આમ આ કેસમાં બન્ને પક્ષોની દલીલો, દસ્તાવેજો પુરાવા ધ્યાને લઈ નામ. અદાલતે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે. આ કેસમાં આરોપી તરફે વકીલ અશ્વિન બી. મકવાણા અને નેહા બી. દેસાઈ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅજય દેવગનનો પુત્ર યુગ કરાટે કિડ લેજેન્ડ્સમાં પોતાનો અવાજ આપશે
May 15, 2025 11:40 AM'જાટ' ઓટીટી પર રિલીઝ કરવા નિર્ણય
May 15, 2025 11:39 AMનિર્માતાઓએ ફેરવી તોળ્યું, ભૂલ ચૂક માફ' હવે સિનેમાઘરોમાં આવશે
May 15, 2025 11:39 AMસોશ્યલ મિડીયા પર રાષ્ટ્ર વિરોધી ક્ધટેન્ટ ફેલાવતા શખ્સને પકડી લેતી જામનગર સાયબર ક્રાઇમ
May 15, 2025 11:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech