દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમગ્ર શિક્ષા દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક અને શાળાના મહિલા નોડલ શિક્ષકોની માસિક સ્વચ્છતા અને વ્યવસ્થાપન અંગેની માર્ગદર્શક તાલીમ યોજાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સમગ્ર શિક્ષા દ્વારા માર્ગદર્શિત અને જિલ્લા મદદનીશ કૉ. ઓર્ડીનેટર - ગર્લ્સ એજ્યુકેશન દ્વારા આયોજીત જિલ્લા પ્રોજેક્ટ કૉ. ઓર્ડીનેટર કચેરી, સમગ્ર શિક્ષા - ખંભાળિયા ખાતે એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અને એમ.એચ.એમ. અંતર્ગત તાજેતરમાં શાળાના નોડલ શિક્ષકની માર્ગદર્શક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના ચારેય તાલુકાની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા અને PMSHRI શાળાના મહિલા નોડલ શિક્ષિકાઓને વિષયને અનુરૂપ જિલ્લાના વિવિધ વિભાગના નિષ્ણાંતો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ દ્વારા દિપ પ્રાગટ્ય દ્વારા તાલીમની શરૂઆત કરવામાં આવી હતી. તેમના દ્વારા તાલીમાર્થી બહેનોને માર્ગદર્શન તેમજ વિષયને અનુરૂપ માહિતી આપવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી ડૉ. પ્રજ્ઞાબેન વરુ, બાળ અને મહિલા વિભાગમાંથી દિવ્યાબેન બારડ તેમજ તેમની સમગ્ર ટીમ, સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પ્રકાશભાઈ ખેરાળા, ખંભાળિયા નગરપાલિકાના જિમ ટ્રેનર રીનાબેન શેખાવા, ગ્રામ વિકાસ ટ્રસ્ટ - દ્વારકાના પ્રોજેક્ટ કૉ. ઑ. ચૌહાણ શાલુબેન અને રૂપડીયા હેતલબેન , જિલ્લા મદદનીશ કૉ. ઓર્ડીનેટર પૂજાબેન, નોડલ શિક્ષક સપનાબેન રૂપારેલ દ્વારા વિષયાંગિક માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમમાં નોડલ શિક્ષકને માસિક સ્ત્રાવ શું છે? સ્ત્રી પ્રજનન પ્રણાલી, માસિક સ્ત્રાવ દરમિયાન આરોગ્યપ્રદ સંચાલન અને સંતુલિત આહાર બાબતની જાગૃતિ સમાજમાં આવે તે બાબતે નોડલ શિક્ષકોને તાલીમ આપવામાં આવી. તેમજ માસિક વિશે ખૂલીને ચર્ચા કરવા અને મૌન તોડવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર તાલીમનું આયોજન અને સંચાલન જિલ્લા પ્રોજેક્ટ કૉ. ઓર્ડીનેટર મધુબેન ભટ્ટના માર્ગદર્શન થી તેમજ જિલ્લા મદદનીશ કૉ. ઓર્ડીનેટર પૂજાબેન અને નોડલ શિક્ષક સપનાબેન રૂપારેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ શાળાઓમાં એમ.એચ.એમ. કિટનું પણ વિતરણ તેમજ તમામ તાલીમાર્થી મહિલા શિક્ષિકાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech