ભાવનગરનું મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી રહેતા ભાદરવાના આકરા તાપથી લોકો ત્રસ્ત થયા છે.ભાવનગર જિલ્લામાં આજે મંગળવારે સતત ચોથા દિવસે મેઘરાજાએ વિરામ પાળ્યો હતો. મહત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી રહયું હતું.જ્યારે લઘુતમ તાપમાન ૨૪.૮ ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક ૪૦૦ ક્યુસેક શરૂ છે.ડેમની સપાટી આજે બપોરે ૨૯ ફૂટ રહી હતી.
હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આજે મંગળવારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ બપોર સુધી મેઘવિરામ રહયો હતો. ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે.
પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ ૪૦૦ ક્યુસેક પાણીની આવક શરૂ છે.આથી ડેમની સપાટી વધીને આજે બપોરે ૨૯ ફૂટ યથાવત રહી હતી. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.
ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી રહયું હતું.ભાદરવાના આકરા તાપથી લોકો ત્રસ્ત થયા છે.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે.દરરોજ વાદળો છવાય છે,સામાન્ય ઝાપટા પડે છે.ભાવનગર શહેરમાં લોકો સારા વરસાદની રાહમાં છે.
શહેરનું મહત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી રહયું હતુ. લઘુતમ તાપમાન ૨૪.૮ડિગ્રી નોંધાયુ હતુ. આજે મંગળવારે સવારે ભેજ ૮૩ ટકા રહયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૮ કિ.મી. રહી હતી. ભાદરવા માસના પ્રારંભમાં ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે. સપ્ટેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech