ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં વરસાદી આફત વચ્ચે બોટાદના ગઢડામાં ધસમસતા પાણીમાં ફસાયેલા 18 લોકોનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, બોટાદમાં ભારે વરસાદના પગલે લાઠીદડમાં એક ઈકો કાર તણાઈ જતા તેમાં સવાર પાંચ લોકો લાપતા બન્યા છે, જેમની શોધખોળ ચાલી રહી છે.
અમરેલી જિલ્લામાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજુલાના ઉટિયા-રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે એમ બે અલગ-અલગ જગ્યાએ કાર તણાવાના બે બનાવમાં કુલ બે લોકોના મોત થયા છે.
આ બધા વચ્ચે, ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તેના તમામ 59 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં તંત્ર એલર્ટ મોડ પર છે અને નાગરિકોને સાવચેત રહેવા તથા તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગે આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર અને જૂનાગઢ માટે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદી પરિસ્થિતિની ગંભીરતાને પગલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાકીદની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રીએ તંત્રની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. ભારે વરસાદના કારણે ભાવનગર અને બોટાદ જિલ્લામાં આવતીકાલે (18 જૂન, 2025) તમામ શાળાઓમાં રજા રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech