શહેરમાં ભાદરવાનો તાપ આકરો બન્યો છે.મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી થતાં ભાદરવાના આકરા તાપથી લોકો ત્રસ્ત થયા છે.ભાવનગર જિલ્લામાં આજે શુક્રવારે સતત સાતમા દિવસે મેઘરાજાએ વિરામ પાળ્યો હતો. લઘુતમ તાપમાન ૨૫.૪ ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે.ડેમની સપાટી આજે બપોરે ૨૯ ફૂટ રહી હતી.
ભાવનગર જિલ્લામાં આજે શુક્રવારે બપોર સુધી મેઘવિરામ રહયો હતો.સતત સાતમા દિવસે મેઘરાજાએ ખમૈયા કર્યા હતા.ચોમાસાના અંતમાં ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે.આથી ડેમની સપાટી આજે બપોરે ૨૯ ફૂટ યથાવત રહી હતી. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.
ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી રહયું હતું.ભાદરવાના આકરા તાપથી લોકો ત્રસ્ત થયા છે.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે.દરરોજ વાદળો છવાય છે,સામાન્ય ઝાપટા પડે છે.ભાવનગર શહેરમાં લોકો સારા વરસાદની રાહમાં છે. શહેરનું મહત્તમ તાપમાન ૧.૧ ડિગ્રી ઘટીને ૩૪.૨ ડિગ્રી રહયું હતુ. લઘુતમ તાપમાન ૦.૭ ડિગ્રી ઘટીને ૨૫.૪ ડિગ્રી નોંધાયુ હતુ. આજે શુક્રવારે સવારે ભેજ ૭૬ ટકા રહયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૬ કિ.મી. રહી હતી. ભાદરવા માસના મધ્યમાં ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે. સપ્ટેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતિરુપતિ બાલાજીમાં 50 વર્ષ ઘી સપ્લાય કંપનીએ શા માટે કર્યો ઇનકાર, કઈ કંપનીને મળ્યો નવો કોન્ટ્રાક્ટ
September 20, 2024 06:29 PMશું છે બીફ ટોલો? જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના પ્રસાદમાં થતો હતો
September 20, 2024 06:22 PMતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMમહારાષ્ટ્રના જાલનામાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત; 17 ઘાયલ
September 20, 2024 06:09 PMભારતના 100 રૂપિયાના સ્લીપરનો આ દેશમાં 1 લાખ રૂપિયા ભાવ
September 20, 2024 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech