કાલાવડમાં દોઢ, જામનગર અને જોડિયા અને લાલપુરમાં પોણો ઇંચ વરસાદ: કલ્યાણપુર અને ભાણવડમાં ઝાપટા
હાલારમાં મેઘરાજાએ ર4 કલાકમાં ફરીથી આગમન કર્યું છે ત્યારે ખંભાળીયા અને દ્વારકામાં બે-બે ઇંચ વરસાદ વરસાવ્યો છે, જ્યારે જામનગર, જોડિયા અને લાલપુરમાં પોણો ઇંચ તેમજ કલ્યાણપુર અને ભાણવડમાં ઝાપટા પડ્યા છે, મોસમના કુલ વરસાદમાં દ્વારકા સૌથી આગળ છે અને આજે સવારે 6 વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ 138પ મીમી થયો છે, ત્યારબાદ કલ્યાણપુરનો બીજો નંબર આવે છે અને ત્યાં કુલ વરસાદ 1ર77 મીમી થયો છે, અનેક ખેતરોમાં પાણીમાં ભરાયા છે, ખંભાળીયા, કલ્યાણપુર પંથકમાં મગફળી અને કપાસના પાકના વાવેતરને ભારે નુકશાન પણ થયું છે.
જામનગર જિલ્લામાં એક મહિનામાં લગભગ પપ ટકા જેટલો વરસાદ થઇ ચૂક્યો છે, ખંભાળીયાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે દિવસ દરમ્યાન વિજળીના ભારે કડાકા-ભડાકા વચ્ચે બે ઇંચ વરસાદ પડતાં ફરીથી લોકો પરેશાન થયા હતા, રસ્તા ઉપર પાણી ચાલ્યા ગયા હતા અને કેટલાક વિસ્તારોમાં વિજળી પણ ગુલ થઇ હતી.
દ્વારકાથી પ્રતિનિધિ જણાવે છે કે આ વખતે કોણ જાણે કેમ ? ભગવાન દ્વારકાધીશની કૃપાથી સમગ્ર હાલારમાં સૌથી વધુ પપ.4 ઇંચ વરસાદ મોસમનો થઇ ચૂક્યો છે, ગઇકાલે પણ વધુ બે ઇંચ વરસાદ પડતાં બહારગામથી આવેલા કૃષ્ણભક્તો ભીંજાયા હતા, અહીં મોસમનો કુલ વરસાદ ગયા વખત કરતા પણ વધી ગયો છે.
જામનગરમાં ધીમીધારે આખા દિવસમાં 4 થી પ વખત ધીમી ધારે ઝાપટા પડ્યા હતા, લોકો ભીંજાઇ ગયા હતા અને અવારનવાર ઝાપટાથી કંટાળી ગયા હતા, ગઇકાલે પોણો ઇંચ વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ 4પ9 મીમી થયો છે ત્યારે લાલપુર અને જોડિયામાં પોણો પોણો ઇંચ વરસાદ થયો છે, જ્યારે જામજોધપુર, કલ્યાણપુર અને ભાણવડમાં ઝાપટા પડ્યા છે.
ગ્રામ્ય વિસ્તારની વાત લઇએ તો લાખાબાવળ 11 મીમી, મોટી બાણુંગાર પ, જામવંથલી પ, મોટી ભલસાણ 1ર, અલીયાબાડા 6, દરેડ 19, જોડિયા તાલુકામાં હડીયાણા ર, કાલાવડ તાલુકામાં નવાગામ અને જામવાડીમાં 10, લાલપુરના પડાણામાં 1પ, મોટા ખડબા 1ર, મોડપર 13, હરીપરમાં 11 મીમી વરસાદ થયો છે. આમ બપોર બાદ મેઘરાજાએ વિરામ પાડ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech