BREAKING NEWS

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે મેગા ડિમોલિશન ૫૦થી વધુ મિલકતો તોડી પડાઈ

  • July 09, 2026 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભવિષ્યમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અમદાવાદના મોટેરામાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરે ડેવલપ કરવાની કામગીરી શ કરી દેવામાં આવી છે. આ મોટા પ્રોજેકટના ભાગપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્રારા આજે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી સ્ટેડિયમ તરફના રોડલાઈનની કડક અમલવારી શ કરવામાં આવી હતી. રોડને નવો આકાર આપવા માટે વહીવટી તત્રં દ્રારા આજે સવારથી જ મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ૫૦થી વધુ કોમર્શિયલ મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું હતું.
કોમનવેલ્થ અને ઓલિમ્પિક રમતગમત જેવા આંતરરાષ્ટ્ર્રીય આયોજનો વખતે ટ્રાફિક વ્યવસ્થા સુગમ રહે તે માટે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડને પહોળો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં આ રોડ માત્ર ૧૮ મીટરનો હયાત છે, જેને વધારીને ભવિષ્યની જરિયાતો મુજબ ૬૧ મીટરનો લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ (રોડ લાઈન) અંતર્ગત કરવામાં આવી રહ્યો છે. આ આખી પ્રક્રિયા માટે અગાઉથી જ નડતરપ મિલકતોને ચિ઼િત કરી લેવામાં આવી હતી.
આ રોડ લાઈનના અમલીકરણમાં અનેક કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગો આવી રહી છે. રોડ પહોળો કરવાના આયોજનના ભાગપે મ્યુનિસિપલ કોર્પેારેશન દ્રારા અસરગ્રસ્ત કોમર્શિયલ મિલકત ધારકોને અગાઉથી જ કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી હતી. નોટિસની મુદત પૂર્ણ થતાં જ આજે વહેલી સવારથી પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ કાફલા અને જેસીબી મશીનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગેરકાયદેસર કે નડતરપ બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શ કરી દીધી હતી.
કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે સાબરમતી પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડી–માર્ટની સામેથી લઈને જનપથ ત્રણ રસ્તા સુધીના માર્ગ પર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આશરે ૫૦૦ મીટર લાંબા રોડ ઉપર આવતી ૫૦થી વધુ કોમર્શિયલ મિલકતોને તોડી પાડીને જમીનદોસ્ત કરવામાં આવી હતી. રાહતની વાત એ છે કે તત્રં દ્રારા હાલના તબક્કે રહેણાંક મિલકતોને તોડવાનો કોઈ નિર્ણય લેવાયો નથી, જેથી સ્થાનિક રહીશોને હાલ પૂરતી મોટી રાહત મળી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application