BREAKING NEWS

ઉપલેટાના ખારચીયામાં પરિણીતાએ ફાંસો ખાધો: માવતરનો સાસરિયા સામે આક્ષેપ

  • June 24, 2026 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા એક–દોઢ વર્ષથી પતિ, સાસુ અને સસરા ત્રાસ આપી મારકૂટ કરતા હોવાના આક્ષેપોના પગલે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું


ઉપલેટાના ખારચીયા ગામે રહેતી પરિણીતાનો ફાંસો ખાઈ લેતા સારવાર માટે ખારચીયા ત્યાંથી ભાયાવદર ખસેડવામાં આવતા મોત નીપયું હતું. બનાવની જાણ પતિ સહિતે પરિણીતાના માવતર પક્ષને કરતા હોસ્પિટલે દોડી ગયા હતા અને પુત્રીને મારમારવામાં આવ્યો સહિતના આક્ષેપ કરવામાં આવતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલમાં ખસેડી તપાસ હાથ ધરી છે,
બનાવની મળતી વિગત મુજબ ઉપલેટાના (શહિદ) ખારચીયા ગામે રહેતી ઇલાબેન હિતેન્દ્રભાઇ ઉર્ફે રામભાઈ બગડા (ઉ.વ.૩૨)એ ગઈકાલે ઘરે ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે પ્રથમ ખારચીયા અને ત્યાંથી ભાયાવદર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. યાં સારવાર કારગત નીવડે પૂર્વે દમ તોડી દીધો હતો. બનાવની જાણ મૃતકના માવતરને કરવામાં આવતા ભાયાવદર હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને પુત્રીનો નિષ્પ્રાણ દેહ જોઈ કલ્પાંત સર્યેા હતો. બનાવની જાણ ભાયાવદર પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર ઇલાબેન ધોરાજીના મોટી વાવડી ગામે માવતર ધરાવતા હતા અને લ થયાને ૧૪ વર્ષ જેટલો સમય થયો છે, સંતાનમાં એક દશ વર્ષનો પુત્ર અને પાંચ વર્ષની પુત્રી છે. પતિ હિતેન્દ્રભાઇ દિવસે સેન્ટીંગ કામ અને રાત્રે ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળ હોમગાર્ડ તરીકે નોકરી કરે છે.
બનાવ અંગે મૃતકના ભાઈ રાજેશભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે ચારેક વાગ્યે બનેવીના ભાઈ કિરણભાઈએ ફોન કરી તમારી બહેનની તબિયત બરાબર નથી અને ભાયાવદર છીએ કહેતા અમે ત્યાં દોડી ગયા હતા. યાં બહેનનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ બાબતે પૂછતાં બહેને બપોરે દોઢેક વાગ્યે ફાંસો ખાઈ લીધો હોવાનું જણાવ્યું હતું. અમે લાશને જોતા આખં અને મોઢાના ભાગે મારકૂટ કર્યાના નિશાન જોવા મળ્યા હતા. આથી તેણીને મારકૂટ કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. વધુમાં આક્ષેપોમાં જણાવ્યું હતું કે, ગત રક્ષાબંધનથી બનેવી તેના માતા પિતા બહેનને ત્રાસ આપતા હતા અને નથી જોઈતી તેમ કહી મારકૂટ કરતા હતા. આક્ષેપોને પગલે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે, જેના રિપોર્ટ બાદ સત્ય સામે આવશે. પોલીસે તપાસ યથાવત રાખી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application