માર્ક ઝકરબર્ગને ટ્રમ્પે આપી આજીવન જેલમાં રાખવાની ધમકી

  • August 30, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકી ચૂંટણીના રાષ્ટ્ર્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે ઝકરબર્ગ પર ૨૦૨૦ની ચૂંટણી દરમિયાન ષડયત્રં રચવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે જો તેણે ૨૦૨૪ની ચૂંટણીમાં છેડછાડ કરવાનો પ્રયાસ કર્યેા તો તેને આજીવન કેદ થઈ શકે છે. આ ચેતવણી ટ્રમ્પના આગામી પુસ્તક 'સેવ અમેરિકા'માંથી આવી છે, જે ૩ સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહ્યું છે. આ પુસ્તકમાં ટ્રમ્પે માર્ક ઝકરબર્ગ પર ૨૦૨૦ની ચૂંટણીમાં ગડબડ કરવાનો આરોપ લગાવ્યો હતો.
૭૮ વર્ષીય પૂર્વ રાષ્ટ્ર્રપતિએ ઝકરબર્ગ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કર્યેા અને ચૂંટણી પરિણામો પર પોતાની નારાજગી વ્યકત કરી. તેમણે ચેતવણી આપી હતી કે જો મેટાના સીઈઓ અથવા અન્ય કોઈ ૨૦૨૪ની રાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થશે તો તેમને આજીવન કેદ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કેતાજેતરમાં માર્ક ઝકરબર્ગે સ્વીકાયુ હતું કે તેણે બાઈડેન–હેરિસ વહીવટીતંત્રની વિનંતી પર કેટલીક માહિતી સેન્સર કરી હતી. માર્ક ઝકરબર્ગ કહે છે કે બાઈડેન વહીવટીતંત્રે ફેસબુક પર કોવિડ–૧૯ સંબંધિત કેટલીક સામગ્રીને સેન્સર કરવા દબાણ કયુ હતું. ત્યારબાદ ટ્રમ્પે માર્ક ઝકરબર્ગ પર ૨૦૨૦ની ચૂંટણીમાં તેમની વિદ્ધ ષડયત્રં રચવાનો આરોપ લગાવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઝકરબર્ગ અને તેની પત્ની પ્રિસિલા ચાને ૨૦૨૦ની ચૂંટણીમાં ૪૨૦ મિલિયન ડોલરનું દાન કયુ હતું. ટ્રમ્પે ઝકરબર્ગને ખુલ્લેઆમ ધમકી આપી હતી કે જો તે અથવા અન્ય કોઈ વ્યકિત આ વખતે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થશે તો તેને આજીવન કેદની સજા થઈ
શકે છે.
 ભૂતપૂર્વ રાષ્ટ્ર્રપતિએ દાવો કર્યેા હતો કે ઝકરબર્ગે ૨૦૨૦ની ચૂંટણી દરમિયાન તેમની વિદ્ધ કાવતં ઘડું હતું. દરમિયાન, ઝકરબર્ગે સ્પષ્ટ્રતા કરી કે તેઓ ૨૦૨૪ની રાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં કોઈપણ પક્ષને સમર્થન નહીં આપે અને ચૂંટણીના દિવસ સુધી કોઈપણ પ્રકારની સહાયતા આપશે નહીં. જોકે, ઇલોન મસ્ક ટ્રમ્પની ટીમમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે, યારે ઝકરબર્ગે ચૂંટણીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application