મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ અંગે એક આશ્ચર્યજનક માહિતી સામે આવી છે. ગયા અઠવાડિયે એક હરાજીમાં ઝકરબર્ગનો એક જૂની હૂડી 15,000 ડોલર(રૂપિયા 13,09,866) થી વધુમાં વેચાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હૂડી ફેસબુકના શરૂઆતના દિવસોની છે અને તેના પર મેટાના સ્થાપકની હસ્તલિખિત નોટ પણ છે. આ નોટ ફેસબુક સ્ટેશનરી પર લખેલી હતી અને ખરીદનાર પાસે ગઈ હતી, જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
માર્કના મતે, આ તેના મનપસંદ જૂના જમાનાના ફેસબુક હૂડીઝમાંથી એક છે. શરૂઆતના દિવસોમાં હું તેને હંમેશા પહેરતો હતો. તેના આંતરિક અસ્તરમાં આપણું મૂળ મિશન સ્ટેટમેન્ટ પણ છે.
ગુરુવારે જુલિયન્સ ઓક્શન્સ દ્વારા ‘સ્પોટલાઇટ: હિસ્ટ્રી એન્ડ ટેકનોલોજી’ ઓક્શનના ભાગ રૂપે માર્ક ઝકરબર્ગની હૂડી વેચાઈ હતી. તેની કિંમત 1,000 થી 2,000 ડોલર વચ્ચે હોવાનો અંદાજ હતો પરંતુ તે અંદાજ કરતાં વધારે અને આખરે 15,875 ડોલરમાં વેચાઈ. તેના માટે કુલ 22 બિડ લગાવવામાં આવી.
એવું માનવામાં આવે છે કે ઝકરબર્ગ 2010 માં નિયમિતપણે હૂડી પહેરતા હતા. જે વર્ષે તેમને ટાઇમ પર્સન ઓફ ધ યર તરીકે નામ આપવામાં આવ્યું હતું. આ હૂડી ફેસબુકના સહ-સ્થાપક માર્ક ઝકરબર્ગે 2010 દરમિયાન ઘણી વખત પહેરી હતી, તે જ વર્ષે એવોર્ડ વિજેતા જીવનચરિત્રાત્મક નાટક ધ સોશિયલ નેટવર્ક (કોલંબિયા પિક્ચર્સ, 2010) રિલીઝ થયું હતું અને તે જ વર્ષે ઝકરબર્ગ ટાઇમ મેગેઝિનના કવર પર તેના પર્સન ઓફ ધ યર તરીકે દેખાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech