નિર્મળ ગુજરાત સ્વચ્છ ગુજરાત અંતર્ગત રાયના વિવિધ શહેરોના વિકાસ દિન પ્રતિદિન વધતો જોવા મળે છે અને લોકોને સારી સુવિધાઓ મળે તે માટે રાય સરકાર અથાગ મહેનત કરે છે ત્યારે હળવદ પાલિકા સંચાલિત સ્મશાન ગૃહમાં અનેક અસુવિધાઓથી મૃતકોના પરિવારજનોને ભારે હાલાકી ભોગવી પડે છે.
રાયના વિવિધ શહેરી વિસ્તારોના વિકાસની સાથે સાથે સ્મશાન ગૃહ પણ આધુનિક થતા જાય છે મોટાભાગના શહેરોમાં ઇલેકટ્રીક તથા સોલર સ્મશાન થવાના કારણે મૃતકોના પરિવારજનોને કલાકો સુધી સ્મશાન ગૃહમાં બેસી રહેવું પડતું નથી.
ત્યારે હળવદ નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહમાં મૃતકોના પરિવારજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમકે પીવાનું પાણી,સ્મશાન ગૃહમાં ગંદકી, ઠેર ઠેર ઉગી નિકળેલા ગાડા બાવળો, લાઈટો અને કયારેક કયારેક છાણાં લાકડાઓ પણ પૂરતા પ્રમાણમાં હોતા નથી જેના કારણે સ્મશાન ગૃહમાં મૃતદેહ કલાકો સુધી પડો રાખવો પડે છે. સ્મશાનગુહમાં અનેક અસુવિધાથી મૃતકોના પરિવારજનોને ભારે હાલાકી ભોગવી પડે છે.
ત્યારે હળવદ સ્મશાન ગૃહમાં ઇલેકટ્રીક અથવા સોલાર સ્મશાન ગૃહ બનાવવામાં આવે,તાત્કાલિક ધોરણે મુકિતધામનું રીનોવેશન કરી યોગ્ય વિકાસ કરવામાં આવે તેવી શહેરીજનોની માગણી ઉઠવા પામી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાંડાડુંગરમાં યુવકનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
March 04, 2025 03:07 PMભારતના વિમાનો પર 3 મહિનામાં 80 હજારથી વધુ સાયબર એટેક થયા
March 04, 2025 03:06 PMઓમનગર સર્કલ પાસે પ્રૌઢાનો ચેન સેરવી લેનાર કુખ્યાત મહિલા ઝડપાઇ
March 04, 2025 03:04 PMહું ઇસ્ત્રી વગરના કપડાં પહેરીશ, મધ્યપ્રદેશના મંત્રીએ વીજળી બચાવવા માટે જાહેરાત કરી
March 04, 2025 03:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech