ધોરાજી અને જુનાગઢની ફાયનાન્સ પેઢીમાં ગોલ્ડ લોન ટ્રાન્સફર કરાવવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હતી.જે અંગે ઉપલેટાના શખસ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે આ શખસને તાકીદે ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે જેતપુર રહેતાં રાહત્પલભાઈ ધનજીભાઈ ધરજીયા (ઉ.વ.૨૩) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઇમરાન અલ્લારખા ચૌહાણ (રહે. ઉપલેટા રોડ, નળિયા કોલોની, ધોરાજી) નું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પાંચેક મહીનાથી ધોરાજી–જુનાગઢ રોડ પર આવેલ મણપ્પુરમ ફાઈનાન્સમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે.ગઈ તા.૨૨ ના એક ગ્રાહક આવી પોતાનું નામ ઈમરાન અલ્લારખા ચૌહાણ છે અને પોતે પોલીસમાં નોકરી કરે છે તેમ જણાવી તેઓ સારા ગ્રાહક હોવાનો ભરોસો અપાવેલ, બાદમાં તેણે જણાવેલ કે, મારે હાલમાં એચડીએફસી બેંક જૂનાગઢમાં ગોલ્ડ લોન ચાલુ છે, જેમાં ૨૬.૦૧ ગ્રામ સોનું ધીરાણમાં મુકેલ છે, જેની સામે . ૧.૨૫ લાખની રકમ મળેલ છે. પરંતુ તે બેંકમાં ફાઈલ ચાર્જ વધુ હોવાથી તમારી મણપ્પુરમ બેંકમાં સોનું ધીરાણ કરવું છે. જેથી આપ મારી ફાઈલ મણપ્પુરમ ફાઈનાન્સમાં ટ્રાન્સફર કરી આપો તેવું જણાવેલ હતું.
ફરિયાદીની બેંક દ્રારા સામાન્ય રીતે બીજી બેન્કમાંથી આવેલ ગ્રાહકને ફાયદો થાય તથા તેઓની બેન્કના ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય તેવા હેતુથી ધિરાણ કરેલ ગોલ્ડ ટેક ઓવર કરતા હોય છે. તે માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, એચડીએફસી બેંક ધોરાજીનો બ્લેન્ક ચેક, મોબાઈલ નંબર તેમજ તેમની જુનાગઢ બેંકમાં જમાં કરાવેલ ગોલ્ડ અંગેની સ્લીપ વિગેરે જરી દસ્તાવેજો આરોપી પાસેથી મેળવેલ હતાં. જે આધારે તેઓનું કસ્ટમર આઈડી જનરેટ કરેલ હતું. બાદમાં તમામ બેંક પ્રોસીઝર પુર્ણ કરી, તે જ સમયે બેંક તરફથી .૧.૨૫ લાખ ગ્રાહક ઈમરાન ચૌહાણના એચડીએફસી બેંક ધોરાજીના એકાઉન્આ જમા થયેલ હતાં. બાદમાં જમા નાણાં વડે જુનાગઢની બેંકમાં ઇમરાને રાખેલ દાગીના છોડાવી, તે ગોલ્ડ મણપ્પુરમ ફાઈનાન્સમાં લાવી જરી દસ્તાવેજી પ્રક્રિયા પુર્ણ કરી શકીએ, જેથી તે જ દિવસે આરોપી સાથે જુનાગઢ બેંકમાં ગીરવે રાખેલ ગોલ્ડ લેવા તેની સાથે જવા નીકળ્યા હતાં. બપોરના સમયે જુનાગઢ કોર્ટ પાસે પહોંચ્યા ત્યારે, ઇમરાને જણાવેલ કે, મારે આજે જુનાગઢ કોર્ટમાં મુદ્દત છે અને કોર્ટનું કામ પતાવી તમારી સાથે આવીશ તેવી વાત કરી હતી. જેથી અને તેની સાથેનો અન્ય એક એકસેસ ચાલક બન્ને જુનાગઢ કોર્ટના પાકગમાં ઉભા રહેલ અને ઇમરાન કોર્ટ અંદર ગયેલ હતો.
ત્યારબાદ ઇમરાન ચૌહાણની રાહ જોતા ત્રીસેક મીનીટ સુધી તે કોર્ટ મની બહાર ના આવતા તેઓને કોલ કરેલ પરંતુ તેમણે અલગ અલગ બહાના બતાવેલ ત્યાબાદ તેમનો ફોન સ્વીચ ઓફ થઇ જતા આખા કોર્ટ પરીસરમાં ઘણી વાર સુધી તેઓની તપાસ કરી પણ તે મળેલ નહી. બાદમાં માલુમ પડયું હતું કે,ઈમરાન ચૌહાણ બેંકમાં આવીને પોતાની ગોલ્ડ લોન ટેક ઓવર કરાવવાના બહાના સાથે તેમણે પોતાના ખાતામાં .૧.૨૫ લાખ ટ્રાન્સફર કરાવી રફુચક્કર થઇ જઇ બેંક સાથે ઠગાઇ કરેલ છે. તેમજ જાણવા મળેલ કે, ઇમરાન ચૌહાણે તા.૨૧ ના આઈઆઈએફએલ ફાયનાન્સ મોતીબાગ શાખા જુનાગઢ સાથે પણ .૧,૨૪,૮૫૨ ની ઠગાઈ કરેલ છે.
બનાવને લઇ ધોરાજીના પીઆઈ આર.જે.ગોધમની રાહબરીમાં પીએસઆઇ પી.કે.ગોહિલ અને ટીમે તપાસ હાથ ધરી આરોપી ઈમરાન ચૌહાણને જુનાગઢથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્રેકફાસ્ટમાં ઝડપથી બનાવો ક્રીમી મશરૂમ ટોસ્ટ, સ્વાદ એવો કે બાળકો અને પુખ્ત વયના બંનેને આવશે પસંદ
January 27, 2025 11:45 PMપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કરી વાત
January 27, 2025 11:43 PMરાજકોટમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦નો જંગ: ટીમ ઇન્ડિયાની નેટ પ્રેક્ટિસ, સુરક્ષા વ્યવસ્થા સઘન
January 27, 2025 11:42 PMકૈલાશ માનસરોવર યાત્રા ફરી થશે શરૂ, બંને દેશોના વિદેશ સચિવોની બેઠકમાં નિર્ણય લેવાયો
January 27, 2025 11:40 PMકોલ્ડપ્લે બેન્ડના મુખ્ય સિંગર ક્રિસ માર્ટિન પહોંચ્યા મહાકુંભ
January 27, 2025 11:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech