મોબાઈલ પર ક્રિકેટનો ઓનલાઈન જુગાર રમતો મહુવાનો શખ્સ ઝડપાયો

  • May 26, 2025 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહુવા શહેરમાંથી રોકડ રૂ.૧૨,૦૦૦સહિત કુલ રૂ.૨૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે ક્રિકેટ સટ્ટાનો હારજીતનો જુગાર રમતા શખ્સને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
ભાવનગર એલ.સી.બી.ના માણસો મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, અનિલ મનુભાઇ ડાભી રહે.ધાવડી ચોક, મહુવા ધાવડી ચોક, વિસોધામાના મંદિર પાસે જાહેરમાં ઉભા રહીને તેના મોબાઇલ ફોનમાં ઓનલાઇન એપ્લીકેશન ડાઉનલોડ કરી હાલમાં રોયલ ચેલેન્જ બેંગ્લોર તથા સનરાઇઝર્સ હૈદરાબાદની રમાતી ઈં.ઙ.ક. ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ મેચનાં સોદા કરી હારજીતનો જુગાર રમે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ કરી  અનિલ મનુભાઇ ડાભી (ઉ.વ.૩૪ ધંધો-વેપાર રહે.ધાવડી ચોક, વિસોધામાના મંદિર પાસે, મહુવા)ને ઝડપી લઈ તેની પાસેથી રોકડ રૂ.૧૨,૦૦૦ અને  મોબાઇલ મળી કુલ રૂ.૨૨,૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીમાં  પોલીસ ઇન્સ. એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, તરૂણભાઇ નાંદવા તેમજ  પ્રવિણભાઇ ગળચર સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application