આજીડેમ પોલીસ મથકના સ્ટાફે કોઠારીયા રીંગરોડ પર ખોખડદળના પુલ પાસેથી કુબલીયાપરાના શખસને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરતા ત્રણ બાઈક ચોરીના બનાવવાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે પિયા ૮૦,૦૦૦ ની કિંમતના આ ત્રણેય બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી. જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જી.રાણા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઇ હાનભાઈ ચાનીયા, કોન્સ્ટેબલ મહેશભાઈ કોઠીવાળને મળેલી બાતમીના આધારે કોઠારીયા રિંગરોડ ખોખડદળ પુલ નીચેથી એક શખસને શંકાસ્પદ બાઈક સાથે ઝડપી લીધો હતો. પોલીસે તેને પાસે આ બાઈક અંગેના કાગળો આપવા કહેતા આ શખસ સંતોષકારક જવાબ આપી શકયો ન હતો. જેથી પોલીસે બાઈક કબજે કરી આ શખસની અટકાયત કરી હતી.પોલીસે પૂછપરછ કરતા ચોરાઉ બાઇક સાથે ઝડપાયેલા આ શખસનું નામ અર્જુન સેનસિંગ ઉર્ફે પ્રતાપભાઈ બાંભણીયા(ઉ.વ ૨૨ રહે. કુબલીયાપરા, મુછડીયા સાહેબના દવાખાના પાસે,રાજકોટ, મૂળ મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પૂછતાછ કરતા તેણે આ બાઈક ઉપરાંત અન્ય ત્રણ બાઈક પણ ચોરી કર્યા હોય પોલીસે પિયા ૮૦,૦૦૦ ની કિંમતના આ ત્રણેય બાઇક કબજે કર્યા હતા. વિશેષમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી રખડતુ ભટકતુ જીવન પસાર કરતો હોય તે અલગ–અલગ સ્થળોએથી હેન્ડલ લોક વગરના બાઇકની હેડલાઈટ પાછળના ભાગે લાગેલ સોકેટ તોડી બાઈક ડાયરેકટ કરી ચોરી કરતો હતો. આરોપીએ આપેલી કબુલાત આજથી ૧૦ દિવસ પૂર્વે બપોરના સમયે આજીડેમ ચોકડી પાસે રવિવારી બજારના મેદાનમાંથી, પખવાડિયા પૂર્વે રાત્રીના કોઠારીયા રિંગરોડ પર પીરવાડી પાસેથી તેમજ ચાર દિવસ પૂર્વે સવારના સમયે કરણસિંહજી હાઈસ્કૂલ પાસેથી બાઈકની ચોરી કરી હતી. પોલીસે આ ત્રણેય બાઇક કબજે કર્યા છે. આરોપી સામે અગાઉ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનો, થોરાળા પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભગં અંગેનો, જેતલસરમાં દાનો તથા થોરાળામાં ચોરી અંગેનો ગુનો નોંધાય ચૂકયો હોવાનું જાણવા મળ્યું છે
બાઈક અવાવરૂ જગ્યાએ મૂકી તેના પાટર્સ કાઢી, વેચી રોકડી કરતો
પોલીસે જણાવ્યું હતું કે, ત્રણ બાઈક સાથે ઝડપાયેલ અર્જુન બાઇકની ચોરી કર્યા બાદ કોઈ અવાવ જગ્યાએ મૂકી દેતો હતો. બાદમાં તે ચોરી કરેલા આ બાઈકમાંથી સાઇલેન્સર, ટાયર સહિતના એક એક સ્પેરપાર્ટ કાઢી આ સ્પેરપાર્ટ વેચી રોકડી કરી લેતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech