આજકાલ પ્રતિનિધિ-ભાવનગર
બગદાણા પોલીસ મથક વિસ્તારમાં ગેર કાયદેસર રીતે હાથમાં બંદૂક રાખી વિડીયો બનાવી સોશ્યલ મીડીયામાં વાયરલ કરનાર શખ્સને બંદૂક સાથે સાથે મહુવા ડીવીઝન પોલીસે ઝડપી લઈ તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.
ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમારે રેન્જના જીલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાય રહે તે માટે ગેરકાયદેસર હથિયાર ધરાવતા શખ્સોને ઝડપી લેવા આપેલી સખ્ત સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ દ્વારા ભાવનગર જીલ્લામાં ગંભીર પ્રકારના ગુન્હા અટકાવવા અને ગેરકાયદેસર હથિયાર રાખતા શખ્સો પર વોચ રાખી ઝડપી લેવાની સુચના હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન તેમજ મહુવા ડીવીઝનમાં ગે.કા. ફાયર આર્મ રાખતા શખ્સો શોધી તેની સામે તમામ પ્રકારે વોચ ગોઠવી કાયદેસર કાર્યવાહી કરવા સખતની સૂચના હેઠળ બગદાણા પોલીસ ઇન્સપેકટર પી.એલ.ધામા અને નાસતા ફરતા સ્કોર્ડ ટીમ-મહુવા ડીવી. દ્વારા સોશ્યલ મીડીયા મોનીટરીંગ આધારે જાણવા મળેલ કે, સાગર ઝાલા
મકવાણાના નામે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી એક શખ્સ ફાયર આર્મ્સ (અગ્નિશસ્ત્ર) સાથે રીલ્સ-વિડીયો બનાવી સોશ્યલ મીડીયામાં અપલોડ કરી ડર-ભયનું વાતાવરણ ઉભુ કરે છે. જે હકીકત આધારે બગદાણા પોલીસ ટીમ
તથા નાસતા ફરતા સ્કોર્ડ મહુવા ડીવીએ તપાસ કરતા આ આરોપી અન્ય હથિયાર પરવાના ધારક પાસેથી
હથિયાર લઇ આવી રીલ્સ બનાવતો હોવાનું જણાય આવતા સાગર ધીરૂભાઇ મકવાણા (ઉ.વ. ૧૯ ધંધો-ખેતી રહે જાબુંડા ગામ તા- મહુવા જી-ભાવનગર) અને હથિયાર ધારક
જોધા સોંડાભાઇ બારૈયા
(ઉ.વ.૭૦ ધંધો- ખેતી રહે-લોંગડી ગામ, તા-મહુવા જિ-ભાવનગર)ને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા શખ્સ પાસેથી દેશી બનાવટની બાર બોર બંદુક (અગ્નિશસ્ત્ર) કિ.રૂ. ૫૦૦૦ અને રીયલ-મી કંપનીનો મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન તેમજ પોલીસ ઇન્સપેકટર પી.એલ.ધામા અને નાસતા ફરતા સ્કોર્ડ ટીમ-મહુવા ડીવી.ના એ.એસ.આઇ. પી.આર.સરવૈયા, જે.આર.આહીર તથા હરપાલસિંહ સરવૈયા તથા બગદાણા પો.સ્ટેના હેઙકોન્સ.જે.જે.પરમાર તથા પો.કોન્સ. યુવરાજસિહ સરવૈયા તથા કાળુભાઇ ભાદરકા તેમજ સંજયભાઇ રાઠોડ સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું
April 19, 2025 12:49 PMમુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ
April 19, 2025 12:44 PMદ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રા: ભક્તો ઉમટ્યા
April 19, 2025 12:39 PMખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીને ઝડપી લેવાયો
April 19, 2025 12:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech